નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. 28 વર્ષ પહેલા માર્ગ દુર્ઘટનામાં એક ભેંસનું મોત બાદ કોર્ટે 80 વર્ષના વૃદ્ધની વિરુદ્ધ ધરપકડ અને જપ્તીનો વોરન્ટ આપ્યો છે. આ મામલો બરેલીનો છે. જ્યાં ફરીદપુર કોર્ટમાં બારાબંકીના 80 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવા માટેનો આદેશ આપ્યો છે. બરેલી પોલીસ વોરન્ટ મુદ્દે બારાબંકી આવ્યા તો લકવાગ્રસ્ત વૃદ્ધ અચ્છન પોલીસને જોઇને રડી પડ્યા હતા.
ADVERTISEMENT
80 વર્ષના વૃદ્ધની ધરપકડ માટે ન્યાયિક મેજિસ્ટ્રેટ બરેલીએ વોરન્ટ ઇશ્યું કર્યું છે. વોરન્ટ અને પોલીસને જોઇને લકવાગ્રસ્ત વૃદ્ધ અચ્છન પોલીસ કર્મચારીની સામે રડી પડ્યા હતા. તેની ધરપકડ નહી કરવા માટે આજીજી કરવા લાગ્યા હતા. જો કે આ કિસ્સામાંપોલીસ પણ મજબુર હતી. પોલીસ કર્મચારીઓ તેના પરિવારના લોકોને કોર્ટમાં હાજર રહેવાની ચેતવણી આપીને પરત ફરી ગયા હતા. અચ્છન યુપી પરિવહન વિભાગનું વાહન ચલાવતા હતા. તેમને નોકરીમાંથી રિટાયર્ડ થયે પણ 20 વર્ષ વિતી ચુક્યા છે. હવે વૃદ્ધાવસ્થામાં લકવાગ્રસ્ત હોવાના કારણે તેઓ હરવા ફરવા મજબુર છે.
વોરન્ટ બાદ અચ્છન મિયાએ રડતા રડતા કહ્યું કે, વર્ષ 1994 કેસરબાગ ડિપોની બસ લઇને લખનઉથી બરેલી અને ફરીદપુર જઇ રહ્યો હતો. રસ્તામાં અચાનક તેમની બસ આડે એક ભેંસ આવતા અકસ્માત થયો હતો. જેમાં ભેંસનું મોત થઇ ગયું હતું. ફરિદપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. ત્યાર બાદ બસ છોડી દેવામાં આવી. મામલો ચાલતો રહ્યો. હું બારાબંકી ડેપોમાંથી રિટાયર્ડ પણ થઇ ગયો. વર્ષોબાદ પોલીસ વોરન્ટ લઇને પહોંચી ત્યારે ખબર પડી કે કેસ હજી પણ ચાલે છે. પોલીસનું કહેવું છે કે, કોર્ટમાં જામીન બાદ તેઓ વર્ષોથી ગેરહાજર રહેતા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ વોરન્ટ આપ્યું હતું. જો કે સ્થિતિ જોતા અમે તેમને હાજર રહેવાની ચિમકી આપી છે અને ધરપકડ કરી નથી.
ADVERTISEMENT