Farooq Abdullah : પુંછ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા ભારત-પાકિસ્તાન મંત્રણાની વકાલત કરી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો જમ્મુ-કાશ્મીરની હાલત ગાઝા જેવી થઈ જશે. તેમણે કહ્યું, ‘જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ તો આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભાગ્યનો સામનો કરીશું, જેના ઈઝરાયેલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે.’
ADVERTISEMENT
શા માટે ફારૂક અબ્દુલ્લા આ પ્રકારનું નિવેદન આપ્યું
નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ આજે કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા વિવાદનો અંત નહીં લાવે તો કાશ્મીરનું પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવું જ ભાગ્ય થશે. અવારનવાર બોમ્બમારોનો સામનો કરવો પડશે. ફારૂક અબ્દુલ્લા ગયા અઠવાડિયે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જે હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.
જુઓ શું કહ્યું ફારુક અબ્દુલ્લાએ….
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, હું દર વખતથી મંત્રણાની વાત કરું છું પરંતુ વાજપેયીજીએ કહ્યું હતું કે મિત્રો બદલી શકાય છે, પાડોશી બદલી શકાતા નથી. જો આપણે આપણા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો બંને પ્રગતિ કરશે. જો આપણે દુશ્મનાવટમાં રહીએ તો આગળ વધી શકતા નથી. વડાપ્રધાન મોદીનું નિવેદન છે કે યુદ્ધનો હવે કોઈ વિકલ્પ નથી, મુદ્દાઓને વાતચીતથી ઉકેલવા પડશે. આજે ઈમરાન ખાનને છોડો… નવાઝ શરીફ ત્યાં વઝીર-એ-આઝમ બનવાના છે. તેઓ બૂમો પાડીને કહે છે કે આપણે વાત કરીશું. શું કારણ છે કે આપણે મંત્રણા માટે તૈયાર નથી? જો આપણે મંત્રણા દ્વારા આનો ઉકેલ નહીં લાવીએ, તો મને એ કહેતા દુ:ખ થાય છે કે આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભાવિનો સામનો કરીશું, જેના પર આજે ઈઝરાયેલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT