ચેન્નાઇ : તમિલનાડુના કૃષ્ણાગિરીમાં સેનાના જવાન પ્રભુને (29) ડીએમકે પાર્ષદ ચિન્નાસામી અને તેના 8 સાથીઓએ ઢોર માર મારતા મોત નિપજ્યું હતું. પ્રભુ પોતાના મોટા ભાઇ પ્રભાકરન (30) સાથે રજાઓ ગાળવા માટે પોતાને ગામ ગયો હતો. જ્યાં 8 ફેબ્રુઆરી સાંજે પાણીની ટેંક પાસે કપડા ધોવા મુદ્દે તેની તથા ચિન્નાસામી વચ્ચે બોલાચાલી બાદ ઝગડો શરૂ થયો હતો.
ADVERTISEMENT
ઝગડા બાદ થયેલી માથાકુટમાં ભાઇઓ સાથે મારપીટ
ઝગડા બાદ પાર્ષદે બે ભાઇઓ સાથે મારપીટ કરી, જેના કારણે પ્રભુ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રભુના મોટા ભાઇ પણ સેનામાં જવાન છે.
ઘર નજીક બનેલી પીવાના પાણીની ટેંક નજીક કપડા ધોવા મુદ્દે વિવાદ
આ અંગે નગરાસમપટ્ટી પોલીસના અનુસાર 8 ફેબ્રઆરીએ પ્રભાકરણનની પત્ની પ્રિયા ઘરની પાસે બનેલા વોટર ટેંક પર પોતાના કપડા ધોઇ રહ્યા હતા. નાગોજનાહલ્લી નગર પંચાયતના વોર્ડના પાર્ષદ આ.ચિન્નાસામીએ પીવાના પાણી પાસે કપડા ધોવાના મુદ્દે પ્રિયાને બોલ્યા હતા. ત્યાર બાદ પ્રિયા અને ચિન્નાસામીમાં બોલાચાલી થઇ હતી. અવાજ સાંભળી પ્રભાકરન અને તેના નાના ભાઇ પ્રભુ સામે આવ્યા. ત્યારે ગામના લોકોએ ભેગામળીને સમગ્ર મામલો ઉકેલી નાખ્યો હતો.
પહેલા સમાધાન ત્યાર બાદ જીવલેણ હુમલો કર્યો
થોડા સમય બાદ ચિન્નાસામી 8 લોકોને લઇને આવ્યા અને લોખંડના પાઇપ સાથે તેમના પર હુમલો કરી દીધો હતો. આ આઠ લોકોમાં ચિન્નાસામીનો પુત્ર રાજાપાંડી, ગુરૂ સૂર્યમુર્થી, ગુનાનીથિ છે અન્ય પાંચ લોકો ચિન્નાસામીના સંબંધી છે. હુમલા દરમિયાન પ્રભુના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં મંગળવારે રાત્રે તેનું મોત થયું હતું. સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો.
ADVERTISEMENT