દુશ્મનની ખેર નથી: આર્મી કમાન્ડો ‘અર્જુન’ ગરુડ દુશ્મનના ડ્રોન ને હવામાં નષ્ટ કરશે

કૌશિક કાંઠેચા, કચ્છ:  નવેમ્બર મહિના માં ભારતીય સેના અને યુએસ આર્મી ઉત્તરાખંડના ઔલીમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કેમેરાથી સજ્જ ગરુડ કમાન્ડો ‘અર્જુન’એ આકાશમાં…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા, કચ્છ:  નવેમ્બર મહિના માં ભારતીય સેના અને યુએસ આર્મી ઉત્તરાખંડના ઔલીમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કેમેરાથી સજ્જ ગરુડ કમાન્ડો ‘અર્જુન’એ આકાશમાં ઉડતા ડ્રોનને શૂટ કર્યું હતું. હવે આ ગરુડને ચીન પર નજર રાખવા માટે LAC પર તૈનાત કરવા માં આવી શકે છે.

એક સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે મેરઠના રિમાઉન્ટ વેટરનરી કોર્પ્સે તેને ટ્રેનિંગ આપી છે. દુશ્મનના ડ્રોનને તોડી પાડવા ઉપરાંત આ ગરુડ પોતાના માથા પર લગાવેલા કેમેરા દ્વારા આકાશ અને જમીન પર દુશ્મન દેશોની દરેક હિલચાલ પર નજર રાખવામાં પણ સક્ષમ છે. ઉડતી વખતે ગરુડનું ચોક્કસ લોકેશન જાણવા માટે તેના શરીરમાં જીપીએસ લગાવવામાં આવ્યું છે.

મોકડ્રિલ દરમિયાન ગરુડ કમાન્ડો “અર્જુન” આંખના પલકારામાં, અર્જુને ઉડાન ભરી અને તેના પંજા વડે દુશ્મનના ડ્રોનને તોડી પાડ્યું. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે અર્જુન અને સેનાના ટ્રેન ડોગ્સ હવે સરહદને અડીને આવેલા વિસ્તાર પર સંયુક્ત રીતે નજર રાખશે. ઉલ્લેખનીય છે કે 2020 માં ભારતીય સેનાએ ‘એન્ટી-ડ્રોન સિસ્ટમ’ તરીકે બાજ અને કૂતરાને તાલીમ આપવાનું શરૂ કર્યું. દુશ્મન નાં ડ્રોન માટે ગરુડ અર્જુનના પંજામાંથી બચવું અશક્ય છે.

    follow whatsapp