‘પ્લીઝ ગોળી ન મારતા: લાઈવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટુડિયોમાં ઘુસ્યા બંદૂકધારીઓ, વીડિયો જોઈને રહી જશે હેરાન

Gunmen storm Ecuador TV studio:  લેટિન અમેરિકન દેશ ઈક્વાડોર (Ecuador)માં સ્થિતિ વધુ વણસી છે. અહીં માસ્ક પહેરેલા શખ્સો એક ટેલિવિઝન ચેનલના સેટમાં ઘુસી ગયા ગયા…

gujarattak
follow google news
Gunmen storm Ecuador TV studio:  લેટિન અમેરિકન દેશ ઈક્વાડોર (Ecuador)માં સ્થિતિ વધુ વણસી છે. અહીં માસ્ક પહેરેલા શખ્સો એક ટેલિવિઝન ચેનલના સેટમાં ઘુસી ગયા ગયા હતા. તેમણે લાઈવ પ્રસારણ દરમિયાન બંદૂકો અને બોમ્બ બતાવીને એન્કર અને ચેનલના અન્ય કર્મચારીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આના પર રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ તાત્કાલિક હુમલાખોરો સામે સૈન્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ જાહેરાત કરીને જણાવ્યું કે દેશ ‘આંતરિક સશસ્ત્ર સંઘર્ષ’માં પ્રવેશી ગયો છે.

કર્મચારીઓમાં મચી ગયો હડકંપ

રિપોર્ટ અનુસાર, ઈક્વાડોરના ગ્વાયાક્વિલમાં હથિયારો સાથે 13 માસ્ક પહેરેલા શખ્સો ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં ઘુસી ગયા હતા. આ દરમિયાન જ્યાં લાઈવ શૉ ચાલી રહ્યો હતો, ત્યાં આ બંદૂકધારીઓ ઘુસી ગયા હતા. ટેલિવિઝન ચેનલના સેટમાં બંદૂકધારીઓ ઘુસી જતાં કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન આ શખ્સોએ ધમકી આપી હતી કે બધા શાંત રહો નહીં તો હું બોમ્બ ફેંકી દઈશ.આ દરમિયાન બંદૂકધારીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. આ સમગ્ર ઘટના લાઈવ ટીવી શો દરમિયાન ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ચાલુ રહી.

    follow whatsapp