બેંકમાં કર્મચારીઓ ગણી રહ્યા હતા પૈસા, શટર ઉંચુ કરીને ઘૂસી ગયા બદમાશો; ધોળાદિવસે PNBમાંથી 18.85 કરોડની લૂંટ

Robbery In Manipur Bank: મણિપુરના ઉખરુલ શહેરમાં ગુરૂવારે પંજાબ નેશનલ બેંક (PNB)ની એક બ્રાંચમાં લૂંટની એક મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી…

gujarattak
follow google news

Robbery In Manipur Bank: મણિપુરના ઉખરુલ શહેરમાં ગુરૂવારે પંજાબ નેશનલ બેંક (PNB)ની એક બ્રાંચમાં લૂંટની એક મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉખરુલમાં આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં હથિયારો સાથે લૂંટારાઓ ઘુસી ગયા હતા અને 18.85 કરોડની લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું કે, 8થી 10 લૂંટારુઓ હથિયારો સાથે બપોરે ઉખરુલ શહેરના વ્યૂલેન્ડ-1માં આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં ઘુસ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે બદમાશો બેંકમાં ઘૂસ્યા ત્યારે બેંકના કર્મચારીઓ આખા દિવસની લેવડદેવડ પછી પૈસાની ગણતરી કરી રહ્યા હતા.

કર્મચારીઓને બાંધી દીધા

પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સો પૈસાની ગણતરી કરી રહેલા કર્મચારીઓ પાસે પહોંચ્યા અને 18.85 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી. આ તમામે માસ્ક પહેરીને રાખ્યા હતા, સાથે જ તેઓની પાસે અત્યાધુનિક હથિયારો હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘સુરક્ષા કર્મચારીઓ અને બેંક કર્મચારીઓને બંદૂક બતાવીને દોરડાથી બાંધી દીધા, જે બાદ રોકડ લઈને બેંકમાંથી જતા પહેલા તમામને સ્ટોર રૂમની અંદરથી બંધ કરી દીધા.’ બેંક ઓથોરિટીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે હાથ ધરી તપાસ

રિપોર્ટ્સ અનુસાર, બેંકમાં આટલી મોટી લૂંટની જાણ થતાં જ શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ લૂંટની ઘટના બાદ સુરક્ષા દળોએ લૂંટારાઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

જુલાઈમાં થઈ હતી એક કરોડની લૂંટ

તમને જણાવી દઈએ કે, મણિપુરમાં 7 મહિના પહેલા ફાટી નીકળેલી જાતિ હિંસા પછી પહેલીવાર ઉખરુલ શહેરમાં લૂંટની આટલી મોટી ઘટના બની છે. અગાઉ જુલાઈમાં એક ટોળકીએ ચુરાચંદપુરમાં એક્સિસ બેંકની શાખામાંથી 1 કરોડ રૂપિયાની લૂંટ કરી હતી.

    follow whatsapp