અર્જુન મુંડા બન્યા કૃષીમંત્રી, નરેન્દ્ર તોમરના રાજીનામા બાદ રાજીવ ચંદ્રશેખરને મળ્યો આ વિભાગ

Resignations Of Ministers: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે રેણુકા સિંહે છત્તીસગઢમાં ચૂંટણી…

Arjun Munda New Agriculture minister

Arjun Munda New Agriculture minister

follow google news

Resignations Of Ministers: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે રેણુકા સિંહે છત્તીસગઢમાં ચૂંટણી જીતી છે.

President Accepts Resignations Of Ministers:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે (7 ડિસેમ્બર) કેન્દ્રીય કૃષિ મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને રેણુકા સિંહ સરુતાના રાજીનામાનો સ્વીકાર કર્યો.

President Droupadi Murmu has accepted the resignations of Narendra Singh Tomar, Prahlad Singh Patel and Renuka Singh Saruta from the Union Council of Ministers, with immediate effect.

— ANI (@ANI) December 7, 2023

નરેન્દ્ર તોમરના બદલે અર્જુન મુંડા કૃષીમંત્રી બન્યા

હવે નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજ્યમંત્રી શોભા કરંદલાજેને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રીનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. આ સિવાય રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારને આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

અર્જુન મુંડા પહેલાથી જ આદિજાતી વિભાગના પ્રધાન છે

અર્જુન મુંડા પહેલેથી જ આદિજાતિ બાબતોના પ્રધાન છે જ્યારે શોભા કરંદલાજે પહેલેથી જ કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન છે. આ ઉપરાંત રાજીવ ચંદ્રશેખર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે.

    follow whatsapp