નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલય મામલાના જાણકારો એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, BIP ને ITBP ની સીમા ચોકીઓ (BOPs) નજીક બનાવવામાં આવશે. તેમાંથી દરેકને એક ખાસ ડ્યુટી માટે 4-5 ગુપ્ત અધિકારીઓ તહેનાત કરવામાં આવશે.
ADVERTISEMENT
ભારત-ચીન સીમા પર બોર્ડર ઇન્ટેલિજન્સ પોસ્ટ સ્થાપિત થશે
કેન્દ્ર સરકારે પહેલીવાર ભારત-ચીન સીમા પર બોર્ડર ઇન્ટેલિજન્સ પોસ્ટ (BIP) સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક બીજિંગ તરફથી સૈન્ય અને હથિયારોની તહેનાતી સાથે જોડાયેલી ગતિવિધિઓ પર નજર રાખવા માટે આ પગલું ઉઠાવ્યું છે. આ મામલે જાણકારોએ જણાવ્યું કે, વીઆઇપીનો ઇરાદો અતિક્રમણ અને ઘુસણખોરી દ્વારા યથાસ્થિતિને બદલવાના પ્રયાસને રોકવાનો છે. આ લોકો સેના અને ભારત તિબેટ સીમા પોલીસ સાથે મળીને આ કામને પુર્ણ કરશે.
રાષ્ટ્રીય ટેક્નોલોજી સંશોધન સંગઠન રાખશે નજર
રાષ્ટ્રીય ટેક્નોલોજી સંશોધન સંગઠન (NTRO), ઇન્ટેલિજન્સ બ્યૂરો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) જેવી એજન્સીઓ સાથે પણ સહયોગ મળશે. ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની કોઇ પણ અસામાન્ય ગતિવિધિ સમયે તેની ભુમિકા ખુબ જ મહત્વની રહેશે.
4-5 ગુપ્તચર અધિકારીઓ રહેશે બોર્ડર પર તહેનાત
એક ટોપ ઓફીસરે નામ નહી છાપવાની શરતે જણાવ્યું કે, બીઆઇપીને આઇટીબીપીની સીમા ચોકીઓ પાસે બનાવવામાં આવશે. તેમાંથી દરેકમાં ખાસ ડ્યુટી માટે 4-5 ગુપ્તચર અધિકારીઓ તહેનાત થશે. તેઓ કોઇ પણ પ્રકારની અસામાન્ય ગતિવિધિઓ થવાની સ્થિતિમાં રિપોર્ટ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી ભારત-ચીન સીમા પર ITBP ની 180 કરતા વધારે બીઓપી છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં LAC પર 47 વધારાની સીમા ચોકીઓ અને સીમા સુરક્ષા દળના 13 સ્ટેજિંગ શિબિરોને પણ મંજૂરી આપી હતી, જેને હિમવીર પણ કહેવામાં આવે છે. તેના માટે 9400 કર્મચારીઓ (7 બટાલિયન) પહેલા જ મંજુરી આપવામાં આવી ચુકી છે.
ADVERTISEMENT