મુંબઈ: એન્ટરટેનમેન્ટ જગત માટે આજે બુધવારના દિવસે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે સારાભાઈ vs સારાભાઈની એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયના નિધનની ખબર સામે આવી. તો આજે સવારે અનુપમા સીરિયલ ફેમ નીતેશ પાંડેનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થઈ ગયું. બંનેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીએ આ બંને કલાકારો સાથે કામ કર્યું હતું અને બંને સાથે તેની ગાઢ મિત્રતા હતી. એવામાં એક જ દિવસમાં આ બે નિકટના મિત્રોના નિધનથી રૂપાલી ગાંગૂલી પર દુઃખોનો પહાટ તૂટી પડ્યો છે.
ADVERTISEMENT
વૈભવીના નિધનથી અનુપમા આઘાતમાં
ગઈકાલે રાત્રે ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’માં જાસ્મિનની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મોતના ખબર આવ્યા હતા. મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં એક્ટ્રેસનું અવસાન થયું હતું. વૈભવી 32 વર્ષની હતી. અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાલીએ લોકપ્રિય સિટકોમ સારાભાઈ વિરુદ્ધ સારાભાઈમાં વૈભવી ઉપાધ્યાય સાથે સ્ક્રીન શેર કરી હતી. અનુપમાની અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હૃદયદ્રાવક પોસ્ટ સાથે તેની સહ-અભિનેત્રીના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. વૈભવીની એક તસવીર શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું, “ગોન ટુ સૂન વૈભવી…”. બીજી તરફ રૂપાલી ગાંગૂલીના નીતિશ પાંડે સાથેના પણ સેટ પરથી ઘણા ફોટો સામે આવ્યા છે જેમાં બંનેની મિત્રતા જોવા મળે છે.
નીતિશ પાંડેનું 51 વર્ષની વયે નિધન
નીતિશ પાંડેનું ગઈકાલે રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થઈ ગયું. એક્ટરની ઉંમર 51 વર્ષની હતી અને તે ‘અનુપમા’ સીરિયલમાં રૂપાલી ગાંગૂલીના મિત્ર દેવિકાના પતિનું પાત્ર ભજવી રહ્યો હતો. એક્ટરના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં સૌ કોઈ શોકમાં ડૂબી ગયું છે. તેઓ નાસિકના ઈગતપુરીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક એરેસ્ટથી મોત થયાનું અનુમાન લગાવ્યું છે.
વૈભવીનું કાર અકસ્માતમાં મોત
તો બીજી તરફ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાન હિમાચલમાં તેના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે એક તીવ્ર વળાંક પર કાર નિયંત્રણ બહાર ગઈ અને ખાઈમાં પડી ગઈ. કારમાં સાથે રહેલા મંગેતરની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. વૈભવીના મૃત્યુથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 2 દિવસમાં આ બીજું મોત છે. આ પહેલા અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત તેના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ADVERTISEMENT