ઉધાર સિગરેટ નહી આપતા અસામાજિક તત્વોએ દુકાનદારની હત્યા કરી નાખી

ભાગલપુર : નવગછિયામાં બુધવારે રાત્રે ઉધાર સિગરેટ નહી આપવા જેવી સામાન્ય બાબતે 40 વર્ષના કૃષ્ણાદેવ સાહની હત્યા કરી દેવામાં આવી. રંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના સધુવા…

gujarattak
follow google news

ભાગલપુર : નવગછિયામાં બુધવારે રાત્રે ઉધાર સિગરેટ નહી આપવા જેવી સામાન્ય બાબતે 40 વર્ષના કૃષ્ણાદેવ સાહની હત્યા કરી દેવામાં આવી. રંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના સધુવા બજારમાં અજાણ્યા ગુનેગારોને લોખંડના રોડથી મારીને કૃષ્ણાદેવને ઘાયલ કરી દીધા હતા. સારવાર દરમિયાન માયાગંજ હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું.

ઉધારમાં સિગરેટ મુદ્દે અગાઉ પણ વિવાદ થયો હતો
પરિવારજનોએ જણાવ્યું કે, બંન્ને પહેલા પણ ઉધારમાં સિગરેટ માંગવા મુદ્દે થોડા સમય પહેલા વિવાદ થયો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ વિવાદ મુદ્દે ગુનેગારોએ કૃષ્ણા પર હુમલો કર્યો હતો. કૃષ્ણાદેવના પરિવારજનો દ્વારા મોબાઇલ પર માહિતી મળી કે કૃષ્ણાદેવ ઘાયલ સ્થિતિમાં રોડના કિનારે પડેલા છે. તેમના માથામાઁથી લોહી ટપકી રહ્યું છે. પરિવારજનોએ જ્યારે ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો કૃષ્ણાદેવ રોડ કિનારે ઘાયલ સ્થિતિમાં પડ્યા હતા.

પીએચસી સેન્ટર ખાતે સારવાર માટે ખસેડ્યા
ત્યાર બાદ પરિવારજનોએ તત્કાલ તેમને સારવાર માટે રંગરા પીએચસી લઇ ગયા હતા. જ્યાં તેમની સ્થિતિ ખુબ જ નાજુક હતી. જેને જોતા તેમને માયાગંજ હોસ્પિટલ રેફર કરી દેવાયા હતા. જો કે સારવાર દરમિયાન ગુરૂવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું. જેના પગલે ઘટના હત્યામાં પરિણમી હતી.

બે બાળકો માતા-પિતા વિહોણા થઇ ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક ગામમાં જ ચા-નાસ્તાની લારી ચલાવતા હતા. સાથે તંબાકુ અને સિગરેટ પણ રાખતા હતા. મૃતક વ્યક્તિનો 5 વર્ષ અને 3 વર્ષનો એક પુત્ર છે. હાલ તો મૃત્યુના કારણે આખા પરિવાર નોધારો બન્યો છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે.

    follow whatsapp