વધુ એક કાકા-ભત્રીજા સામસામે: ચિરાગ પાસવાને પોતાના જ કાકા વિરુદ્ધ મોરચો ખોલ્યો

મુંબઇ : મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલના સમયે કાકા અને ભત્રીજા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સમગ્ર દેશનું ધ્યાન તે તરફ છે. શરદ પવાર અને અજિત પવાર…

Chirag paswan about his uncle

Chirag paswan about his uncle

follow google news

મુંબઇ : મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલના સમયે કાકા અને ભત્રીજા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સમગ્ર દેશનું ધ્યાન તે તરફ છે. શરદ પવાર અને અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર કબ્જા માટે એક બીજાની સામસામે છે. દેશના અલગ અલગ હિસ્સાઓના રાજનીતિક વર્તુળોમાં કાકા-ભત્રીજાનું યુદ્ધ કોઇ નવું નથી. મહારાષ્ટ્ર ઉપરાંત આ સમયે એક આવું જ યુદ્ધ બિહારમાં પણ ચાલી રહ્યું છે. અહીં ભત્રીજા ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ પાસવાન વચ્ચે એક લોકસભા સીટ મુદ્દે યુદ્ધ છેડાઇ ચુક્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની 5 જુલાઇના રોજ જયંતી હતા. આ પ્રસંગે તેમના પુત્ર ચિરાગ પાસવાન અને ભાઇ પશુપતિ પારસ વચ્ચે એકવાર ફરીથી વિરાસત અંગે ખેંચતાણ જોવા મળી છે. પહેલા બંન્ને પાર્ટી પર કબ્જા અંગે સામસામે આવ્યા હતા અને હવે વાત એક લોકસભા સીટની છે. જમુઇથી સાંસદ ચિરાગ પાસવાને જાહેરાત કરી છે કે, 2024 ના લોકસભા ચૂંટણી તેઓ હાજીપુરથી લડશે. જ્યાંથી તેમના પિતા લડ્યા કરતા હતા. તેનો વિરોધ પશુપતિ પારસે કર્યો છે. જે હાલના સમયમાં આ સીટ પરથી સાંસદ છે.

પોતાના ભાઇની છત્રછાયામાં રહીને રાજનીતિ કરનારા પશુપતિ પારસનું કહેવું છે કે, તેમના ભાઇ (રામવિલાસ પાસવાન)એ જ આ સીટ તેમને સોંપી દીધી હતી. તેવામાં તેમની વિરાસત થઇ એટલા માટે તેઓ પોતે આ સીટ પરથી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાજીપુર સીટ રામવિલાસ પાસવાનનો ગઢ હતો. તેઓ અહીંથી 7 વખત સાંસદ રહી ચુક્યા છે.

કાકા-ભત્રીજા કઇ બાબતે વિવાદ?
પોતાના પિતાની જયંતી પ્રસંગે લોકજનશક્તિ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને હાજીપુરમાં મોટો રોડશો કર્યો. ચિરાગના સમર્થકોનું વધતું ટોળું રસ્તા પર ઉતર્યું તો તેમણે એક રાજનીતિક લડાઇની પણ જાહેરાત કરી. જમુઇના સાંસદ ચિરાગના પિતાની સીટથી લોકસભા ચૂંટણી લડવાની વાત કરી, ચિરાગે સમર્થકો સામે જાહેરાત કરી કે તેઓ હવે હાજીપુર માટે જ કામ કરશે અને પોતાના પિતાના સપનાને પુર્ણ કરશે. બસ આ જ જાહેરાતે કાકા-ભત્રીજાને એકવાર ફરીથી એકબીજાની સામે લાવી દીધા.

ચિરાગના આ નિવેદન અંગે પશુપતિ પારસે જવાબ આપ્યો અને તેમણે કહ્યું કે હું હવે ત્યાંનો સાંસદ છું. મારા ભાઇએ જ મને આ સીટ આપી હતી. કેન્દ્રીયમંત્રી પશુપતિ પારસે એક ખાનગી ચેનલને જણાવ્યું કે, તેઓ 2019 માં ચૂંટણી નહોતા લડવા માંગતા, જો કે રામવિલાસ પાસવાનના કહેવાથી જ તેઓ અહીંથી ચૂંટણી લડ્યા હતા.

    follow whatsapp