ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢમાં ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

બારગઢ: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોતના આઘાતમાંથી લોકો હજુ બહાર નથી આવ્યા ત્યારે  ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે.  ઓડિશાના બારગઢ જિલ્લામાં…

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢમાં ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢમાં ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

follow google news

બારગઢ: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોતના આઘાતમાંથી લોકો હજુ બહાર નથી આવ્યા ત્યારે  ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર છે.  ઓડિશાના બારગઢ જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

જુઓ અકસ્માતનો વિડીયો 

અકસ્માત અંગે ઈસ્ટ કોસ્ટ રેલવેનું નિવેદન પણ આવ્યું છે. રેલવેએ જણાવ્યું કે આ ગુડ્સ ટ્રેન ખાનગી સિમેન્ટ કંપની ચલાવી રહી છે. તે નેરોગેજ સાઈડિંગ પર ચાલતું હતું. રોલિંગ સ્ટોક, એન્જિન, વેગન, ટ્રેન ટ્રેક (નેરોગેજ) સહિત તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કંપની દ્વારા જ કરવામાં આવી રહી છે.

આ પહેલા શુક્રવારે ઓડિશામાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?
આ ઘટના બાલાસોરના બહનાગા બજાર સ્ટેશન પાસે બની હતી. અહીં ચેન્નાઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઈનમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી કોરોમંડલના ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ કોચ નજીકની લાઇન પરથી પસાર થઈ રહેલી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.

માલગાડી બહાનાગા બજાર સ્ટેશન પાસે લૂપ લાઇનમાં ઉભી હતી. આ દરમિયાન ચેન્નાઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશન પાસે પહોંચી હતી. કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય અપ લાઇન પરથી તેજ ગતિએ પસાર થઈ રહી હતી. ત્યારપછી તે મેઈન લાઈનથી લૂપ લાઈનમાં આવીને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ત્રીજી લાઇનમાંથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી. આ બંને ટ્રેનોને બહાનગા બજાર સ્ટેશન પર સ્ટોપેજ નથી. બંને ટ્રેનની સ્પીડ ઝડપી હતી, આવી રીતે ટ્રેનના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા.

    follow whatsapp