નવી દિલ્હી : એક ભારતીય દવા કંપની પર આરોપ લાગી રહ્યો છે કે, તેના આઇડ્રોપનો ઉપયોગ કરવાને કારણે અમેરિકામાં લોકોની આંખો જતી રહી છે. જ્યારે એકનું તો મોત થઇ ચુક્યું છે. ત્યાર બાદ ચેન્નાઇ ખાતે કંપનીએ દવાનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. અમેરિકાએ એજરીકેર આર્ટિફિશિયલ ટિયર્સ આઇડ્રોપનો ઉપયોગ નહી કરવા માટેની સલાહ આપી છે. યુએસ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી) ચેન્નાઇ ખાતે ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવવામાં આવેલી એજરીકેર આર્ટિફિશિયલ ટીયર્સ આઇ ડ્રોપ્સની બંધ બોતલોનું પરીક્ષણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આઇ ડ્રોપના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લાગ્યો
યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) નું કહેવું છે કે, તેઓ આ આઇ ડ્રોપના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવવા તરફ આગળ વધી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે, એફડીએ લોકો અને ડોક્ટરોને સંભવિત બેક્ટીરિયલ ઇન્ફેક્શનના કારણે એજરીકેર આર્ટિફિશિયલ ટીયર્સ આઇ ડ્રોપ્સનો તત્કાલ ઉપયોગ બંધ કરવા માટે ચેતવણી આપી રહ્યા છે. આ આઇડ્રોપનો ઉપયોગ કરવાથી આંખમાં સંક્રમણનો ખતરો વધી થાય છે. જેના કારણે આંખના અજવાળા જઇ શકે છે અને મોત પણ થઇ શકે છે.
ડ્રગ કંટ્રોલરની ટીમ દ્વારા ચેન્નાઇમાં દોરડા પાડવામાં આવ્યા
બીજી તરફ ડ્રોપના મુદ્દે સુત્રોએ જણાવ્યું કે, સીડીએસસીઓ અને તમિલનાડુ ડ્રગ કંટ્રોલની ટીમ ચેન્નાઇ નજીક આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર જઇ રહ્યા છે. આ એક કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. જે બીજા દ્વારા મળતા ઓર્ડરના આધારે દવા બનાવે છે અને અમેરિકી બજારમાં સપ્લાઇ કરે છે. આ દવા ભારતમાં વેચાતી નથી.
કંપની બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં વધારો કરી શકે છે
NDTV ના અનુસાર ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, કંપની સંભવિત બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે એજરીકેર અને ડેલસમ ફાર્માની આર્ટિફિશિયલ ટીયર્સ લુબ્રિકેંટ આઇડ્રોપને પરત લઇ રહ્યુ છે. સીબીએસ ન્યૂઝે જણાવ્યું કે, સમગ્ર દેશના ડોક્ટરને સ્યૂડોમોનાસ એરુગિનોસાના એક પ્રકોપ પ્રત્યે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે એક ડઝન રાજ્યોમાં ઓછામાં ઓછા 55 લોકો પ્રભાવિત થયા છે અને એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે.
ADVERTISEMENT