નવી દિલ્હી: સતીશ કૌશિકના મૃત્યુના શોકથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી હજુ બહાર નથી આવી. ત્યારે બીજા એક દુખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નિર્દેશક પ્રદીપ સરકારનું અવસાન થયું છે. ડાયરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. 67 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ બાજપેયીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રદીપ સરકારે સૈફ અલી ખાન અને વિદ્યા બાલનની ફિલ્મ પરિણીતાથી પોતાના દિગ્દર્શક કરિયરની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
પ્રદીપ સરકાર અને હંસલ મહેતા ઘણા સારા મિત્રો છે. ડિરેક્ટરના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર હંસલ મહેતાએ કરી છે. તેણે લખ્યું- પ્રદીપ સરકાર દાદા, RIP. અહેવાલો અનુસાર પ્રદીપે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમનું લેવલ ઘટી ગયું હતું. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન તેમનું મોત થઈ ગયું.
આ ફિલ્મોનું નિર્દેશન કર્યું
હંસલ મહેતાના ટ્વીટને રીટ્વીટ કરતા અભિનેતા મનોજ બાયપેયીએ લખ્યું, ‘ઓહ આ ખૂબ જ આઘાતજનક છે…શાંતિમાં આરામ કરો દાદા!!’ પ્રદીપ સરકારની ફિલ્મોની વાત કરીએ તો વર્ષ 2005માં તેણે પરિણીતા સાથે ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી તેણે ‘લગા ચુનરી મેં દાગ’, ‘લફંગે પરિંદે’, ‘મર્દાની’ અને ‘હેલિકોપ્ટર ઈલા’ ફિલ્મોનું સફળતાપૂર્વક નિર્દેશન કર્યું હતું. તેમના નિર્દેશનમાં ઘણી વેબ સિરીઝ પણ બની હતી. જેમ કે ફોરબિડન લવ, એરેન્જ્ડ મેરેજ, કોલ્ડ લસ્સી અને ચિકન મસાલા. પ્રદીપ સરકારના નિર્દેશનમાં બનેલી છેલ્લી સીરિઝ દુર્ંગા હતી.
લેખક પણ હતા
પ્રદીપ સરકાર દિગ્દર્શક હોવા ઉપરાંત લેખક પણ હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત વિનોદ ચોપરા પ્રોડક્શનથી કરી હતી. 17 વર્ષ સુધી મેઈનસ્ટ્રીમ એડવર્ટાઈઝિંગમાં ક્રિએટિવ ડિરેક્ટર-આર્ટ તરીકે કામ કર્યા પછી તેમની દિગ્દર્શન યાત્રા શરૂ થઈ. તે એડ ફિલ્મ મેકર બની ગયા હતા. કમર્શિયલ ઉપરાંત, તેણે ઘણા હિટ મ્યુઝિક વિડિયોઝનું નિર્દેશન પણ કર્યું.
આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે મોટી દુર્ઘટના! સ્કોટલેન્ડમાં ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
ઘણા એવોર્ડ મેળવ્યા છે
દિગ્દર્શકને તેમના કામ માટે અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રદીપને ફિલ્મફેર એવોર્ડ અને ઝી સિને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના નિધનથી બોલિવૂડ ખૂબ જ દુઃખી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT