નવા CWC ની જાહેરાત! સચિન પાયલોટને સ્થાન આપી કોંગ્રેસે વલણ સ્પષ્ટ કર્યું

નવી દિલ્હી : ચાલુ વર્ષે આયોજીત થનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ દ્વારા પોતાની નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી…

New CWC team

New CWC team

follow google news

નવી દિલ્હી : ચાલુ વર્ષે આયોજીત થનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ દ્વારા પોતાની નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWC ની નવી ટીમ જાહેરાત કરી છે. જેમાં 39 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખડગેએ કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. આ ઉપરાંત ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પણ સમાવેસ થયો છે.

CWC માં બીજા કેટલા સભ્યો છે?

CWC માં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, એકે એન્ટોની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજયસિંહ, ચરણજીત સિંહ ચન્ની અને આનંદ શર્મા સહિત કુલ 39 કોંગ્રેસી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 32 કાયમી આમંત્રીત અને 9 ખાસ આમંત્રીત છે. તેમાં યુથ કોંગ્રેસ, એનએસયુઆઇ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસની વર્કિંગ કમિટીને યંગ બનાવવાનો પ્રયાસ

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાવરિયાના નવા નામો સામે આવ્યા છે. CWC માં ગૌરવ ગોગોઇ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ સમાવેશ થાય છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેરા, સુપ્રિયા શ્રીનેત અને અલકા લાંબાનો સમાવેશ થાય છે.

શું હોય છે CWC અને કઇ રીતે કામ કરે છે?

CWC નો અર્થ થાય છે કોંગ્રેસ વર્કિંગ કમિટી. પાર્ટીમાં મહત્વના નિર્ણયો લેવા માટે આ સમિતીની રચના કરવામાં આવી છે. જુની કમિટીના સભ્યોને જ નવા સભ્યોમાં સમાવિષ્ટ કરવાાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી.

    follow whatsapp