પૌડી ગઢવાલ : ઉતરાખંડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ભાજપના નેતાએ કથિત રીતે એક યુવતીની હત્યાનો આરોપ છે અને તેના પર દુષ્કર્મ થયું હોવાની પણ આશંકા પોલીસ સેવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાના પુત્રને જ્યારે પોલીસ ધરપકડ કરીને લઇ જઇ રહી હતી ત્યારે અચાનક મહિલાઓનું ટોળું એકત્ર થઇ ગયું હતું આરોપીઓને ઢોર માર માર્યો હતો.
ADVERTISEMENT
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આરોપી પુલકીત આર્ય, અંકિત અને સૌરભ ભાસ્કરને કોર્ટમાં રજુ કરવા લઇ જઇ રહી હતી. દરમિયાન બેરાજ પુલ નજીક કોડિયામાં સેંકડો ગ્રામીણોએ પોલીસની ગાડી અટકાવી હતી. આ કેસ કવર કરી રહેલા પત્રકારો સાથે પણ ગ્રામીણોએ અભદ્રતા કરી હતી. તેમનો મોબાઇલ છીનવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અંકિતા ભંડારી પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ રિસોર્ટમાં રિસેપ્સનિસ્ટ હતી.
યુવતીને પહાડ પરથી ધક્કો મારીને ગંગા નદીમાં ફેંકી દઇને હત્યા કરી દેવાઇ હતી. હજી સુધી અંકિતાનું શબ નથી મળ્યું. પોલીસ અને SDRF ની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 19 વર્ષની અંકિતા 18 સપ્ટેમ્બરથી ગાયબ હતી. સોશિયલ મીડિયા પર તેને શોધવા માટે કેમ્પેઇન પણ ચાલી રહ્યું હતું. આ અંગે આરોપીઓએ ધરપકડ બાદ પોલીસને જણાવ્યું કે, 18 તારીખે રાત્રે જ અંકિતાની હત્યા કરી દીધી હતી. આ મુદ્દે ભાજપ નેતાના પુત્ર પુલકિત આર્યા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પુલકિતના રિસોર્ટમાં જ અંકિતા રિસેપ્શનિસ્ટ હતી.
ADVERTISEMENT