Anju Return From Pakistan: પાકિસ્તાનથી ભારત પરત ફરેલી અંજુએ હવે તેના આગળના પ્લાનિંગ વિશે જણાવ્યું છે. તેણે કહ્યું છે કે તે તેના ભારતીય પતિ અરવિંદને છૂટાછેડા આપશે અને તેના બાળકોને પાકિસ્તાન લઈ જશે. તમને જણાવી દઈએ કે અંજુ રાજસ્થાનના અલવર જિલ્લાની રહેવાસી છે અને 5 મહિના પછી ભારત પરત આવી છે. તે પોતાના બે બાળકોને છોડીને પાકિસ્તાન ચાલી ગઈ હતી. તે પરિણીત હતી પરંતુ તેણે એક પાકિસ્તાની યુવક સાથે લગ્ન કર્યા હતા જે તેનો ફેસબુક ફ્રેન્ડ હતો. લગ્ન બાદ તેણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ફાતિમા બની. ભારત પરત ફર્યા બાદ આઈબી અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શું અંજુ બાળકોને લઈ જઈ શકશે પાકિસ્તાન?
પાકિસ્તાનથી 5 મહિના બાદ ભારત પરત ફરેલી અંજુ શું તેના બાળકોને સાથે લઈને ફરીથી પાકિસ્તાન જઈ શકશે કે પછી તે કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાઈ જશે? આ એક મોટો સવાલ છે કે જે અંજુના ભારતીય સીમાં પ્રવેશ્યા બાદથી ઉઠી રહ્યો છે. પતિને છૂટાછેડા આપ્યા વગર પાકિસ્તાનમાં જઈને પ્રેમી નસરુલ્લા સાથે નિકાહ કરનાર અંજુ ઉર્ફે ફાતિમાની સામે ભીવડી પોલીસ સ્ટેશનમાં ઘણા ગંભીર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો અંજુ ભીવડી આવે છે તો તેને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
પોલીસે શું કહ્યું?
ભીવાડીના ફુલબાગ પોલીસ સ્ટેશનના પ્રભારી વીરેન્દ્ર પાલ વિશ્નોઈએ મીડિયાને જણાવ્યું કે, આ મામલામાં અંજુના પતિ અરવિંદને કડક સૂચનાઓ આપવામાં આવી છે. જો અંજુ તેની પાસે આવે તો તે સૌથી પહેલા આ અંગે પહેલા પોલીસને જાણ કરે, જેથી પોલીસ આગળની કાર્યવાહી કરી શકે. શું અંજુની ધરપકડ પણ થઈ શકે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ઉપરી અધિકારીઓ જે સૂચનાઓ આપશે, તે મુજબ તેઓ કાર્યવાહી કરશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસ અંજુ સામે નોંધાયેલી એફઆઈઆરની તપાસ આગળ વધારશે.
પતિ અરવિંદે નોંધાવ્યો હતો કેસ
અંજુના પતિ અરવિંદે અંજુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તેણે કહ્યું હતું કે અંજુએ છૂટાછેડા આપ્યા વગર જ પાકિસ્તાનમાં જઈને નિકાહ કરી લીધા છે. આ સાથે જ અરવિંદે એવો પણ દાવો કર્યો હતો કે અંજુએ તેને પાકિસ્તાનથી ધમકીઓ પણ આપી હતી. પોલીસે અંજુ વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
પાકિસ્તાન જઈને કરી લીધા હતા નિકાહ
નોંધનીય છે કે, અંજુ પરિવારને જાણ કર્યા વગર જ પાકિસ્તાન ચાલી ગઈ હતી. તેના પાકિસ્તાન જવાના સમાચાર સામે આવ્યા બાદ અંજુએ પહેલા કહ્યું હતું કે તે ફરવા ગઈ હતી. પરંતુ બાદમાં તેણે નસરુલ્લા નામના યુવક સાથે નિકાહ કરી લીધા. કહેવાય છે કે નસરુલ્લાહ અને અંજુની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી. અંજુ ગઈકાલે બુધવારે અટારી-વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર BSF ઉપરાંત IBના અધિકારીઓ પણ અંજુની પૂછપરછ કરી રહ્યા છે.
ભીવાડીમાં રહેતી હતી અંજુ
અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકોની સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીમાં રહેતી હતી. બાળકો હવે અરવિંદની પાસે છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તે અંજુને મળવા દેશે નહીં. આ સમગ્ર મામલે અરવિંદ પોલીસની પાસે પણ જઈ ચૂક્યો છે.
ADVERTISEMENT