Viral Video News: બોલિવૂડ અભિનેતા નાના પાટેકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક યુવકને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સમાં નાના પાટેકર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ વીડિયો બનારસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
યુવકને મારી થપ્પડ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શૂટિંગ સ્પોટ પર નાના પાટેકર એક સીન માટે તૈયાર થઈ રહ્યા હોય છે. ત્યારે એક યુવક તેમની પાસે આવીને ઊભો રહી જાય છે અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. આ જોઈને નાના પાટેકર લાલઘુમ થઈ જાય છે અને યુવકને જોરદાર થપ્પડ ઝીંકી દે છે. જ્યારે અન્ય એક શખ્સ યુવકની ગરદન પકડીને તેને બહાર ધકેલી મૂકે છે.
અભિનેતાની થઈ રહી છે ટીકા
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો અભિનેતાની ટીકા કરી રહ્યા છે. નાના પાટેકર અને અભિનેતા ઉત્કર્ષ શર્મા બનારસમાં ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત તાજેતરમાં અનિલ શર્માએ કરી હતી.
બનારસમાં ચાલી રહ્યું છે શૂટિંગ
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘જર્ની’નું નિર્દેશન ‘ગદર 2’ ફેમ અનિલ શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમનો પુત્ર ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને તે પિતા-પુત્રના સંબંધો પર આધારિત કહાની છે.
ADVERTISEMENT