Andhra Pradesh ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટથી 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Yogesh Gajjar

21 Aug 2024 (अपडेटेड: Aug 21 2024 8:30 PM)

Andhra Pradesh Factory Blast: આંધ્રપ્રદેશના અનકાપલ્લીના અચ્યુતપુરમ SEZમાં એસેન્સિયા કંપનીમાં રિએક્ટર વિસ્ફોટના અકસ્માત બાદ 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

Andhra Pradesh Factory Blast

Andhra Pradesh Factory Blast

follow google news

Andhra Pradesh Factory Blast: આંધ્રપ્રદેશના અનકાપલ્લીના અચ્યુતપુરમ SEZમાં એસેન્સિયા કંપનીમાં રિએક્ટર વિસ્ફોટના અકસ્માત બાદ 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એસપી દીપિકા પાટીલે આ વાતની પુષ્ટિ કરી છે. ઘાયલોને સારવાર માટે અનકાપલ્લી એનટીઆર હોસ્પિટલ અને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત આજે બપોરે થયો હતો. હાલ પોલીસ અને ફાયરમેન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જુલાઈમાં સિમેન્ટ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો

જુલાઈ મહિનામાં આંધ્ર પ્રદેશના NTR જિલ્લામાં એક સિમેન્ટ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 16 કામદારો ઘાયલ થયા હતા. ઘાયલ કર્મચારીઓમાં સ્થાનિક કર્મચારીઓ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના કર્મચારીઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, આ દુર્ઘટના બોઈલર વિસ્ફોટના કારણે થઈ છે.

વર્ષ 2023 માં, આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં અચ્યુતાપુરમ સ્થિત સહિતી ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં સાત લોકો દાઝી ગયા હતા. રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે પ્લાન્ટમાં 35 લોકો હતા અને તેમાંથી મોટાભાગના લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા. ફાર્મા કંપનીના 'સોલવન્ટ રિકવરી પ્લાન્ટ'માં સોલવન્ટ ભરતી વખતે વિસ્ફોટ થયો હતો.

    follow whatsapp