Anant-Radhika ના લગ્નમાં શાહરૂખ-રણવીર સહિત ખાસ મિત્રોને મળી સોનાની ઘડિયાળ, કરોડોમાં છે કિંમત

અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. લગ્નમાં હાજર રહેલા ખાસ મિત્રોને અનંત અંબાણીએ કરોડોની રિટર્ન ભેટ આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અનંત અંબાણીએ પોતાના દરેક મિત્રને ઑડેમાર્સ પિગેટ (Audemars Piguet) સ્વિસ લક્ઝરી ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે.

અનંત અંબાણીમાં મહેમાનોને અપાયેલી ઘડિયાળ

Anant Radhika Wedding

follow google news

Anant-Radhika Wedding Watch Gift: ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમના લગ્નમાં બોલિવૂડથી લઈને રાજકીય નેતાઓ સુધીની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. 13મી જુલાઈના રોજ સાંજે આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને ઈવેન્ટ્સ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી.

ખાસ વાત એ હતી કે લગ્નમાં અનંત અંબાણીને ઘણી અમૂલ્ય ભેટ મળી હતી. તો વરરાજા અનંતે પણ તેના મિત્રોને અદ્ભુત કરોડો રૂપિયાની રિટર્ન ભેટ આપીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અનંત અંબાણીએ પોતાના દરેક મિત્રને ઑડેમાર્સ પિગેટ (Audemars Piguet) સ્વિસ લક્ઝરી ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે.

શાહરૂખ સહિતના આ સ્ટાર્સને મળી ખાસ ભેટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંતે આ ઘડિયાળ શાહરૂખ ખાન, રણવીર સિંહ, શિખર પહાડિયા, વીર પહાડિયા, મીઝાન જાફરી સહિત કેટલાક ખાસ મિત્રોને ગિફ્ટ કરી છે. આ ઘડિયાળ એક 18 સીટી રોઝ ગોલ્ડ રોયલ ઓક પર્પેચ્યુઅલ કેલેન્ડર છે, જેનું નામ લ્યુમિનરી એડિશન છે, જેમાં રોઝ ગોલ્ડ ડાયલ અને બ્લેક સબ-ડાયલ્સ છે. ચાલો જાણીએ આ ઘડિયાળની શું છે વિશેષતા?

ઘડિયાળની વિશેષતા શું છે?

અનંત અંબાણીએ ભેટમાં આપેલી ઘડિયાળમાં 41mm 18K પિંક ગોલ્ડ કેસ, 9.5mm, સેફાયર ક્રિસ્ટલ બેક અને સ્ક્રુ-લોક ક્રાઉન છે. તેમાં ગ્રાન્ડે ટેપિસરી પેટર્ન, બ્લુ કાઉન્ટર્સ, પિંક ગોલ્ડ ઑવર માર્કર અને લ્યુમિનેસન્ટ કોટિંગ સાથે રોયલ ઓક હેન્ડ્સ સાથે પિંક ગોલ્ડ-ટોન ડાયલ છે.

આ ઘડિયાળમાં રોઝ ગોલ્ડ-ટોન આંતરિક બેઝલ અને મેન્યુફેક્ચર કેલિબર 5134 સેલ્ફ-વાઇન્ડિંગ મૂવમેન્ટ છે, જેમાં અઠવાડિયાના સંકેતો, દિવસ, તારીખ, ખગોળીય ચંદ્રમા, મહિનો, લીપ વર્ષ અને કલાકો અને મિનિટો દર્શાવતું કેલેન્ડર છે.

Audemars Piguet સ્વિસ લક્ઝરી ઘડિયાળ

ઑડેમાર્સ પિગેટ ઘડિયાળો હાથથી બનાવવામાં આવે છે અને તેમાં ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘડિયાળો એક યુનિક અને પ્રતિષ્ઠિત ડિઝાઇન ધરાવે છે, જેમાં જટિલ અને ઉત્કૃષ્ટ ડાયલ્સ, કેસ અને બ્રેસલેટ છે. ઑડેમાર્સ પિગેટ ઘડિયાળોમાં અદ્યતન મિકેનિકલ મૂવમેન્ટ્સનો ઉપયોગ થાય છે, જેમ કે ટૂરબિલોન, ક્રોનોગ્રાફ અને કાયમી કૅલેન્ડર્સ. આ ઘડિયાળો ઘણીવાર લિમિટેડ કલેક્શનમાં બનાવાય છે, જેમાં તેની વિશિષ્ટતા અને મૂલ્યમાં વધુ વધારો થાય છે.
 

    follow whatsapp