Anant Ambani Wedding, Hesha Chimah: દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જામનગરમાં ધામધૂમથી પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી. જેની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. હવે ફરી એકવાર અનંત-રાધિકા ચર્ચામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં લંડનમાં બંનેના લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરના પ્રી-વેડિંગમાં જ્યાં રિહાનાથી લઈને એકોન સુધીના ગ્લોબલ સુપરસ્ટાર્સ, બોલિવૂડના ત્રણેય ખાન અને બી-ટાઉન સેલેબ્સનો જમાવડો જામ્યો હતો, તેમ હવે લંડનમાં ફરીથી લગ્નમાં VVIP મહેમાનોનો જમાવડો જામશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Hanuman Jayanti પર બની રહ્યો છે મહાસંયોગ, બજરંગબલીની પૂજા દરમિયાન ન પહેરતા આ રંગના કપડા
સ્ટોક પાર્કમાં વેડિંગ માટે તૈયારી શરૂ
અમારા સહયોગી ઈન્ડિયા ટુડેને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, જુલાઈ મહિનામાં લંડનમાં આવેલા સ્ટોક પાર્ક એસ્ટેટમાં અનંત-રાધિકાના લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટેની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે અને નીતા અંબાણી તમામ તૈયારીઓની જાતે દેખરેખ રાખી રહ્યા છે. અગાઉ પ્રી-વેડિંગ સેરેમનીમાં પણ અનંતે 3 દિવસની ઈવેન્ટ પરિવાર અને મિત્રો માટે યાદગાર બનાવવા માટે માતા (નીતા અંબાણી) એ કરેલી તૈયારી બદલ તેમનો આભાર માન્યો હતો.
મહેમાનોને મોકલાયું આમંત્રણ
વિગતો મુજબ, લંડનમાં યોજાનારા આ લગ્ન માટે બોલિવૂડના સેલેબ્રિટીઓને આમંત્રણો પણ મોકલાઈ ચૂક્યા છે. જેથી તેઓ આ મુજબ પોતાના શેડ્યૂલ ગોઠવીને સમારોહમાં સામેલ થઈ શકે. અગાઉ જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીમાં આમંત્રિત મહેમાનોને આમંત્રણની સાથે 9-પેજનો ડ્રેસ કોડનો ફોટો વાઈરલ થયો હતો. લંડનમાં યોજાનારા લગ્નમાં પણ આમ હોઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધો.10 અને 12ના રિઝલ્ટને લઇને મોટી અપડેટ, ગણતરીના દિવસોમાં જ જાહેર થશે પરિણામ
મુકેશ અંબાણીએ 592 કરોડમાં ખરીદી છે આ પ્રોપર્ટી
2021માં મુકેશ અંબાણીએ લંડનના સ્ટોક પાર્કમાં આવેલી 900 વર્ષ જૂની હેરિટેજ પ્રોપર્ટી રૂ. 592 કરોડમાં ખરીદી હતી. શહેરની બહાર સ્થિત આ સુંદર ભવ્ય બંગલો 1760માં એક સૈનિક અને વિદ્વાન જોન પેન દ્વારા બનાવવામાં આવ્યો હતો. લગભગ 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મહેલમાં 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરન્ટ, 1 જિમ, 1 ગોલ્ફ કોર્સ, 13 ટેનિસ કોર્ટ અને 1 ઇન્ડોર સ્વિમિંગ પૂલ પણ છે.
વેડિંગમાં કોણ-કોણ સામેલ થશે?
જોકે હજુ સુધી આ લગ્નમાં યોજાનારા ફંક્શન માટેની થીમ શું હશે તેની વિગતો સામે આવી નથી. વેડિંગ ગેસ્ટના લિસ્ટની વાત કરીએ તો તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, બચ્ચન પરિવાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, કેટરીના કૈફ સહિત ઘણા મોટા સ્ટાર્સના નામ સામેલ છે.
ADVERTISEMENT