Anant-Radhika Wedding Live : આજે (12 જુલાઈ) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ રહ્યા છે. મુંબઈ ખાતે જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન યોજાઈ રહ્યા છે. ગ્રાન્ડ સ્કેલ પર થઈ રહેલા આ લગ્નમાં દેશ-વિદેશના વીવીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. બોલિવૂડ, હોલિવૂડ, ઇન્ટરનેશનલ સેલિબ્રિટી, રાજનેતા સહિતના દિગ્ગજો આ લગ્નના સાક્ષી બની રહ્યા છે.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:14 PM • 12 Jul 2024હની સિંહના 'બ્લૂ હે પાની...' થી લઈને હાર્દિક પંડ્યાના દેસી ડાન્સ સુધી
હાર્દિક પંડ્યા જ્યાં એક તરફ દેસી ડાન્સ કરતા મસ્તીમાં ઝૂમતા દેખાયા તો ત્યારે હની સિંહ પોતાના ગીતથી માહોલ વધારતા દેખાયા.
- 09:05 PM • 12 Jul 2024અનંતના લગ્નમાં નાચી પ્રિયંકા ચોપરા
અનંત અંબાણીના લગ્નમાં બોલિવૂડની હસ્તીઓ પહોંચી છે. રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાએ પોતાના ડાન્સથી ધૂમ મચાવી હતી. લગ્નના ઇનસાઈડ વીડિયો સામે આવ્યો છે, જેમાં અનંતની જાનની સાથે પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસ નાચતા નજરે પડી રહ્યા છે.
- 08:59 PM • 12 Jul 2024અનંતના લગ્નમાં શાહરૂખ-સલમાન
શાહરૂખ ખાન અને સલમાન ખાનની એન્ટ્રી એકદમ રૉયલ અંદાજમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એન્ટ્રી થઈ. શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો. આ સિવાય આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિક્કી કૌશલ, કેટરીના કૈફ, અથિયા શેટ્ટી અને તેમની પતિ કે.એલ.રાહુલ પણ લગ્નમાં પહોંચ્યા છે.
- 08:55 PM • 12 Jul 2024અંબાણી પરિવારના જશ્નમાં સામેલ થયા બાબા રામદેવ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડીને આશીર્વાદ આપવા યોગ ગુરુ બાબા રામદેવ પણ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી ગયા છે. તેમનું ફુલ માળાથી સ્વાગત કરાયું.
- 07:29 PM • 12 Jul 2024અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા યૂકેના પૂર્વ વડાપ્રધાન
જિયો કન્વેન્શન સેન્ટરમાં મહેમાનો પહોંચી રહ્યા છે. જેમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન છે. તેઓ લીલા રંગના રોયલ બ્લેઝર અને બ્લેક પેન્ટમાં નજરે પડી રહ્યા છે.
- 07:24 PM • 12 Jul 2024અનંત રાધિકાના લગ્નમાં આવ્યા સંજય દત્ત
અંબાણી પરિવારના પ્રસંગમાં બોલિવૂડ સિતારાઓની લાઈન લાગી છે. ત્યારે આ લગ્નમાં સંજય દત્ત પોતાના મિત્રની સાથે પહોંચ્યા છે. આ સિવાય રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસૂઝા પણ લગ્નમાં ઉપસ્થિત રહ્યા છે. તમામને રોયલ લુકમાં જોઈ શકાય છે.
- 07:17 PM • 12 Jul 2024લગ્નમાં પહોંચ્યા સુહાના ખાન અને આર્યન ખાન
અનંત અને રાધિકાના લગ્નમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને દીકરો આર્યન ખાન પણ પહોંચ્યો છે.
- 07:10 PM • 12 Jul 2024રણવીર-અનિલ અંબાણીએ કર્યો ડાન્સ
અનંત-રાધિકાના લગ્નમાં રણવીર સિંહ, અનિલ કપૂર અને અનિલ અંબાણી અને ટીના અંબાણી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
- 07:06 PM • 12 Jul 2024અનંત-રાધિકાના લગ્નમાં પહોંચ્યા પ્રિયંકા-નીક
અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ પહોંચ્યા છે.
- 07:03 PM • 12 Jul 2024અનંત અંબાણીના લગ્નમાં નાચ્યા જોન સીના
WWF રેસલર અને હોલિવૂડ એક્ટર જોન સીના અનંત અંબાણીના લગ્નમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. જોન લગ્નમાં સાફો બાંધેલા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ જોન સીના લગ્નમાં નાચતા પણ જોવા મળ્યા.
- 06:54 PM • 12 Jul 2024અનંત-રાધિકાના લગ્નમાં પહોંચ્યા ધોની-સાક્ષી
પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાની ફેમિલી સાથે લગ્નમાં પહોંચી ચૂક્યા છે. તેમની સાથે તેમની દીકરી જીવા અને પત્ની સાક્ષી પણ છે. ત્રણેય ઇન્ડિયન ટ્રેડિશનલ લુક કેરી કરી રહ્યા છે અને સુંદર દેખાઈ રહ્યા છે.
- 06:53 PM • 12 Jul 2024અનંતના લગ્નમાં પહોંચી અનન્યા-શનાયા અને સારા
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે અનન્યા પાંડે, સારા અલી ખાન, શનાયા અને ખુશી કપૂર પણ પહોંચી ચૂકી છે. તો તેમની સાથે ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળી રહ્યો છે. જેની તસવીરો સામે આવી છે.
- 06:46 PM • 12 Jul 2024અનંતના લગ્નમાં પરિવાર સાથે પહોંચ્યા રજનીકાંત
થલાઈવા રજનીકાંત પણ પોતાના અંદાજમાં અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. રજનીકાંતે સિંપલ લુક કેરી કર્યો છે. તેમણે ધોતી અને કુર્તા પહેર્યું છે. રજનીકાંતની સાથે તેમનો પરિવાર પણ પહોંચ્યો છે.
- 05:11 PM • 12 Jul 2024વરરાજા અનંત અને અંબાણી પરિવારે પાપારાઝીને આપ્યો પોઝ
- 05:04 PM • 12 Jul 2024વરરાજા અનંતનો ફર્સ્ટ લુક આવ્યો સામે
અંબાણી પરિવાર વેડિંગ વેન્યૂ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા. મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલનો પહેલો ફોટો સામે આવ્યો છે. પિંક ઘાઘરામાં શ્લોકા સુંદર દેખાઈ રહી છે. તૈયાર થઈને આખુ ફેમિલી વરરાજા સાથે પહોંચ્યું.
- 04:01 PM • 12 Jul 2024સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા પહોંચ્યા મુંબઈ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુંબઈ પરત ફર્યા છે. મુંબઈમાં અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણીમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે.
- 03:58 PM • 12 Jul 2024અનંત અંબાણી જાન સાથે નીકળ્યા
અનંત અંબાણી ફૂલોથી શણગારેલી કાર અને ઢોલ-નગારા સાથે Jio વર્લ્ડ સેન્ટર જવા માટે જાન સાથે રવાના થયા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
- 03:55 PM • 12 Jul 2024ફૂલોથી શણગારેલી અનંતની કાર
એન્ટીલિયાથી વીવીઆઈપી જાનૈયાઓ અને પરિવારના સભ્યો આવવા લાગ્યા છે. ત્યારે કરોડોની કિંમતની અનંતની કારને ફૂલોની ચાદરથી સજાવવામાં આવી છે. પરિવારની કારને ફૂલોથી શણગારવામાં આવી છે.
- 03:39 PM • 12 Jul 2024એન્ટિલિયાથી નિકળ્યા જાનૈયાઓ
એન્ટીલિયાથી વીવીઆઈપી જાનૈયાઓ અને પરિવારના સભ્યો નીકળવા લાગ્યા છે. થોડા સમયમાં અનંત અંબાણીના માથા પર સાફો બાંધવામાં આવશે. અંબાણી પરિવાર તમામ મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે. અનંતની કારને ફૂલોથી શણગારવામાં આવી છે.
- 03:37 PM • 12 Jul 2024અખિલેશ યાદવ મુંબઈ પહોંચ્યા
અનંત-રાધિકાના શાહી લગ્નમાં રાજકારણીઓ પહોંચી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ બાદ અખિલેશ યાદવ પણ મુંબઈ પહોંચી ગયા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશને જોવા માટે તેમના સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT