Viral Video News: કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru)ના જીટી મોલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિને મોલમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે, કારણ કે તેમણે ધોતી પહેરી છે. આ ઘટનાના થોડા સમય બાદ જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
ADVERTISEMENT
અંદર જવા દેવાની પાડી દીધી ચોખ્ખી ના
આ ઘટના મંગળવારે સાંજે 6 વાગ્યાની છે, વાસ્તવમાં પિતા અને પુત્રએ ફિલ્મ જોવા માટે ઓનલાઈન ટિકિટ બુક કરી હતી. પરંતુ જ્યારે તેઓ જીટી મોલના ગેટ પર પહોંચ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી.
ધોતીના કારણે ન મળી એન્ટ્રી
વીડિયો અનુસાર, સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ આવા કપડા પહેરીને મોલની અંદર જઈ શકશે નહીં. મોલ મેનેજમેન્ટ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ આવા કપડા પહેરીને મોલમાં જઈ શકશે નહીં. જોકે, તે પછી ધોતી પહેરેલ વૃદ્ધે સિક્યોરિટી ગાર્ડને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેઓ ઘણા દૂરથી આવ્યા છે, તેથી તેમના માટે ઘરે પાછા જઈને કપડાં બદલીને પાછા આવવું શક્ય નથી.
ધોતી નહીં પેન્ટ પહેરવું પડશેઃ સિક્યોરિટી ગાર્ડ
વારંવાર વિનંતી કરવા છતાં પણ સિક્યોરિટી ગાર્ડ સહમત ન થયો અને એક જ વાત કહેતો રહ્યો કે મેનેજમેન્ટે આદેશ આપ્યો છે કે આવા કપડા પહેરનારને મોલમાં એન્ટ્રી મળશે નહીં. આ કારણે હું એન્ટ્રી આપી શકતો નથી. આ પછી સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે જો તમારે મોલની અંદર જવું હોય તો તમારે ધોતીને બદલે પેન્ટ પહેરવું પડશે.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
હવે આ ઘટનાનો વીડિય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ લોકો જીટી મોલ પ્રત્યે પોતાની નારાજગી અને ટીકા વ્યક્ત કરી રહ્યા છે. જીટી મોલે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડકી ગયા છે.
ADVERTISEMENT