દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને હવામાં લાગ્યા ઝટકા, મુસાફરોની હાલત બગડી

નવી દિલ્હી: દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક જોરદાર ઝટકા આવવા લાગ્યા. જેના કારણે 7 મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને ક્રૂએ…

gujarattak
follow google news

નવી દિલ્હી: દિલ્હીથી સિડની જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક જોરદાર ઝટકા આવવા લાગ્યા. જેના કારણે 7 મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને ક્રૂએ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર અને નર્સની મદદથી પ્રાથમિક સારવાર આપી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ B787-800એ દિલ્હીથી સિડની માટે ઉડાન ભરી હતી. પરંતુ અચાનક હવામાં જોરદાર ધ્રુજારી આવી. આ આંચકા એટલા જોરદાર હતા કે આ દરમિયાન 7 મુસાફરો ઘાયલ થયા હતા. આ પછી તેને ફ્લાઈટમાં જ ક્રૂ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

મુસાફરોને તબીબી સહાય પૂરી પાડી
એર ઈન્ડિયાએ સિડનીના એરપોર્ટ પર મુસાફરોને તબીબી સહાય પૂરી પાડી હતી. જો કે, માત્ર ત્રણ મુસાફરોને તેની જરૂર હતી. પરંતુ સદનસીબે એકપણ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ન હતા. DGCAએ જણાવ્યું કે દુર્ઘટના મંગળવારે બની હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સિડની એરપોર્ટ પર તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. જો કે, કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી.

જાણો શું કહ્યું એર ઇન્ડિયાએ 
આ ઘટના પર એવિએશન કંપની એર ઈન્ડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ, 16 મે, 2023ના રોજ, દિલ્હીથી સિડની જઈ રહેલી ફ્લાઈટ AI302ને મધ્ય-હવા ગરબડનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે મુસાફરોને અગવડતા પડી હતી. પરંતુ ફ્લાઇટનું સિડનીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું. આ પછી, મુસાફરોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. જો કે, કોઈને દાખલ કરવાની જરૂર નહોતી.

    follow whatsapp