નવી દિલ્હી : દિલ્હી સેવા વિધેયક અંગે લોકસભામાં ગુરૂવારે ચર્ચા કરતા કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે પોતાની વાત મુકી હતી. હવે તે અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જવાબ આવી ચુક્યો છે. કેજરીવાલે કહ્યું કે, આજે લોકસભામાં અમિત શાહે દિલ્હીના અધિકાર છીનવનારા બિલ પર બોલતા સાંભળ્યા. બિલનું સમર્થન કરવા માટે તેની પાસે એક પણ યોગ્ય તર્ક નથી. માત્ર આમ તેમની ફાલતુ વાતો કરી રહ્યા હતા. તેઓ પણ જાણે છે કે તેઓ ખોટુ કરી રહ્યા છે. આ બિલ દિલ્હીના લોકોને ગુલામ બનાવનારુ બિલ છે. તેમને બેબસ અને લાચાર બનાવનારુ બિલ છે. INDIA આવું ક્યારે પણ નહી થવા દે.
ADVERTISEMENT
કોંગ્રેસ-ભાજપમાં ક્યારે પણ ઝગડો નહી થાય
અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, આ મુદ્દો 1993 થી છે, પરંતુ હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે પરેશાની નથી આવી. સેન્ટરમાં ક્યારે પણ ભાજપની સરકાર હોય તો રાજ્યનાં કોંગ્રસ સરકાર હોય ત્યારેક કોંગ્રેસ સેન્ટરમાં હોય તો રાજ્યમાં ભાજપ સરકાર હોય પરંતુ ક્યારે પણ આવા ઝગડા નથી થયા. ભાજપે કોંગ્રેસ વચ્ચે આવો સંઘર્ષ ક્યારે પણ જોવા નથી મળ્યો. કોંગ્રેસે ભાજપની સાથે કોઇ ઝગડો નથી કર્યો.
2015 માં એક એવી પાર્ટી સત્તામાં આવી જે સેવા નહી ઝગડાઓ કરવા માંગતી હતી
ગૃહમંત્રીએ કહ્યું કે, વર્ષ 2015 માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી, જેનો ઇરાદો માત્ર લડવાનો હતો. સેવા કરવાનો નહી. સમસ્યા ટ્રાન્સફર પોસ્ટિંગ કરવાના અધિકારની નથી, પરંતુ પોતાના બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચાર છુપાવવા માટે સતર્કતા વિભાગ પર કબ્જો કરવાની છે. શાહે કહ્યું કે મારી તમામ પક્ષોની નિવેદન છે કે,ચૂંટણી જીતવા માટે કોઇ પક્ષનું સમર્થન કે વિરોધ કરવો, એવી રાજનીતિ ન કરવી જોઇએ. નવુ ગઠબંધન બનાવવાના અનેક પ્રકાર હોય છે. વિધેયક અને કાયદો દેશની ભલાઇ માટે લાવવામાં આવે છે, એટલા માટે તેનો વિરોધ અને સમર્થન દિલ્હીની ભલાઇ માટે કરવો જોઇએ.
વિપક્ષી સભ્યો રાજનીતિ નહી દિલ્હી અંગે વિચારે
ગૃહમંત્રી શાહે કહ્યું કે, અમારી અપીલ છે કે વિપક્ષી સભ્યો દિલ્હી અંગે વિચારે. ગઠબંધન અંગે ન વિચારે. ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતા પૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે.કોંગ્રેસને તે કહી દેવા માંગુ છું કે, આ બિલ પાસ થયા બાદ તેઓ (AAP) તમારી સાથે કોઇ ગઠબંધનમાં નહી રહે.
કેન્દ્રને દિલ્હી અંગે કાયદો લાવવાનો સંપુર્ણ અધિકાર
અમિત શાહે કહ્યું કે, દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ જવાહરલાલ નેહરૂ, આંબેડકર અને સરદાર પટેલે પણ કર્યો હતો. આ વિધેયક રજુ કરવામાં આવ્યું તો વિરોધ થયો. વિધાયી ક્ષમતા પર સવાલ ઉઠાવાયો. સુપ્રીમના નિર્ણયની વિરુદ્ધ છીએ. અમિત શાહે કહ્યું કે, હું વિપક્ષી સાંસદોને કહેવા માંગુ છું કે, તમે તે જ વાંચ્યું જે તમને અનુકુળ હોય. તમને નિષ્પક્ષતાથી તમામ વાતો સદન સામે મુકવી જોઇએ. કેન્દ્રને દિલ્હી અંગે કાયદો બનાવવાનો સંપુર્ણ અધિકાર છે.
ADVERTISEMENT