નવી દિલ્હી : કોંગ્રેસ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, “અમે કાળા કપડા પહેર્યા નથી. અમે વિરોધ કર્યો નથી. એક રાજ્યના મુખ્યમંત્રી મોદીજી વિરુદ્ધ SIT ની રચના કરવામાં આવી હતી જ્યારે તેમની વિરુદ્ધ કોઇ ભ્રષ્ટાચારનો કેસ પણ નહોતો. તેમ છતા અમે કોઇ વિરોધ કર્યો નહોતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર મોટો આક્ષેપ લગાવ્યો હતો. શાહે આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ પોતાના શાસન દરમિયાન સીબીઆઈ દ્વારા નરેન્દ્ર મોદીને નકલી કેસમાં ફસાવવા માંગતી હતી. સીબીઆઈએ મારા પર નરેન્દ્ર મોદીને નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા અને સાક્ષી બની જવા માટે દબાણ કર્યું હતું.
ADVERTISEMENT
હું રાજ્યનો ગૃહમંત્રી હતો અને મોદીજી મુખ્યમંત્રી હતા
અમિત શાહે કહ્યું કે, તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હું રાજ્યનો ગૃહમંત્રી હતો. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો શિકાર બનેલો છું. શું કોંગ્રેસે અમારી સામે ભ્રષ્ટાચારનો કેસ નથી કર્યો? એન્કાઉન્ટર થયું. તે સમયે હું રાજ્ય (ગુજરાત) નો ગૃહમંત્રી હતો. સીબીઆઈએ મારી ધરપકડ કરી. જો કોંગ્રેસ સરકારે ડેટા મિટાવ્યો ન હોય તો આજે પણ સીબીઆઇની ફાઇલોમાં આ બધુ તમને મળશે. સીબીઆઇ દ્વારા મને વારંવાર કહેવામાં આવ્યું હતું કે, અમિતજી તમે શા માટે પરેશાન થઇ રહ્યા છો માત્ર મોદીજીનુ નામ આપી દો અમે તમને છોડી દઇશું. મોદીનું નામ લો અને સરકારી સાક્ષી બનો અમે તમને છોડી દઈશું’.
મોદીજી ત્યાર બાદ મને પણ વારંવાર ફસાવવાનો પ્રયાસ થયો
કોંગ્રેસ પર વ્યંગ કરતા અમિત શાહે કહ્યું કે, અમારા પર પણ અયોગ્ય રીતે અનેક કાર્યવાહી થઇ અમે કાળા કપડા પહેર્યા નથી. અમે વિરોધ કર્યો નથી અમને સંવિધાન અને કોર્ટ બંન્ને પર વિશ્વાસ હતો. એક રાજ્યના મુખ્યમંત્રી મોદીજી વિરુદ્ધ SIT ની રચના કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારનો કોઈ કેસ નહોતો. રમખાણોમાં સીએમનો હાથ હોવાનો બનાવટી કેસ બનાવ્યો જે આખરે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો. અમે કોઈ હોબાળા કર્યા નહોતા. અમે ક્યારેય કાળા કપડાં પહેરીને સંસદને જામ નથી કરી. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, મને પકડવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી. હાઈકોર્ટે મને 90 દિવસમાં જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે, ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા નહોતા. કોંગ્રેસે તેમની સામે ગુજરાત બહાર મુંબઈમાં કેસ શરૂ કર્યો. પણ તેને વાંધો નહોતો. ત્યાંની કોર્ટે કહ્યું કે, રાજકીય બદલાની ભાવનાથી સીબીઆઈએ આ કેસ રાજકીય ઈશારે કર્યો છે. તેથી અમે કેસ અને અમિત શાહ સામેના તમામ આરોપોને ફગાવી દઈએ છીએ. અમે કોઇ હોબાળો કર્યો નહોતો. ત્યારે પણ આ લોકો પી ચિદમ્બરમ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી હતા. પરંતુ અમે તેમની સામે કોઈ ખોટો કેસ નોંધાવ્યો નથી. કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગના આરોપો અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, “અમે 2014ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે અમારી લડાઈ ભ્રષ્ટાચાર સામે છે. ઈમરજન્સી દરમિયાન લાખો નિર્દોષ નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT