Israel-Palestine Conflict: અમેરિકી વિદેશમંત્રી એંટની બ્લિંકને દાવો કર્યો કે, ઇઝરાયેલ પર હમાસના હુમલામાં મૃત્યુ પામેલા અને અપહરણ કરાયેલા લોકોમાં અનેક અમેરિકી નાગરિકો હોઇ શકે છે. તેમણે કહ્યું કે, અમે બંધકો અંગેના કેટલાક અહેવાલો જોયા છે. અમે તેમને વેરિફાઇ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
અમેરિકાનો નાગરિક અપહ્યત હશે તો તેને બચાવવા અમે ગમે તે કરીશું
અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું કે, જો ક્યાંય પણ કોઇ પણ અમેરિકીને કસ્ટડીમાં લેવાયો છે તો તેને બચાવવા અમારી પ્રાથમિકતા હશે. તેના માટે અમે કોઇ પણ હદ સુધી જઇ શકીએ છીએ. દક્ષિણી ઇઝરાયેલમાં પણ કેટલાક નેપાળી વિદ્યાર્થીઓ ગુમ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. નેપાળના વિદેશમંત્રી એનપી સઉદે રવિવારે કહ્યું કે, દક્ષિણી ઇઝરાયેલમાં અભ્યાસ કરી રહેલા નેપાળના 12 વિદ્યાર્થીઓ હમાસના હુમલા બાદથી ગુમ છે.
હમાસે યુદ્ધને વધારે આક્રમક કરવાની ચિમકી ઉચ્ચારી
બીજી તરફ ઇઝરાયેલી સેના જવાબી કાર્યવાહી બાદ ચરમપંથી સમુહ હમાસનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. હમાસે જાહેરાત કરી કે, તેઓ યુદ્ધને વધારે ઉગ્ર અને આક્રમક કરશે. આ વેસ્ટબેંક અને લેબનોન સુધી ફેલાઇ જશે.
હુમલામાં 600 થી વધારે નાગરિકોના મોતના અહેવાલ
હમાસે શનિવારે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સેંકડો લોકોના મોત નિપજ્યાં હતા. હમાસના લડાકુઓએ અનેક નાગરિકો અને સૈનિકોને બંધ બનાવી લીધા છે. ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો કે, હમાસના લડાકુ હુમલામાં 600 થી વધારે નાગરિકો જીવ ગુમાવી ચુક્યા છે. બે હજાર કરતા વધારે લોકો ઘાયલ થયા છે.
ભારતે ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું
હમાસના હુમલા બાદ અમેરિકા,બ્રિટન ફ્રાંસ, યુક્રેન અને ભારત સહિત વિશ્વના અનેક દેશોએ ઇઝરાયેલનું ખુલુ સમર્થન કર્યું છે. બીજી તરફ ઇરાન, સઉદી અરબ અને કતર, ફિલિસ્તીનની સાથે ઉભા છે. જ્યારે ચીન, તુર્કી અને રશિયાએ મધ્યસ્થતા માટેનો રસ્તો અપનાવ્યો છે.
ADVERTISEMENT