Israel-Hamas War USS Gerald Ford : ઇરાક, ઇરાન, મિસ્ત્રી, સીરિયા, તુર્કી, કતર અને લેબનોન સહિત અનેક અરબ દેશોએ ઇઝરાયેલને ચેતવણી આપી છે. બીજી તરફ યુએસના રાષ્ટ્રપતિએ ઇઝરાયલી PM ને ફોન કરીને કહ્યું કે, તેઓ તેમની સાથે છે.
ADVERTISEMENT
Israel-Hamas war and USS Gerald Ford : હમાસ-ઇઝરાયેલ જંગના ચોથા દિવસે ગાઝાપટ્ટીમાં સ્થિતિ ખુબ જ નાજુક છે. ઇઝરાયેલ ત્યાં દિવસ રાત બોમ્બમારી કરી રહ્યું છે. ત્યાં 100 બાળકો સહિત કુલ 700 કરતા વધારે લોકોના મોત તઇ ચુક્યા છે, જ્યારે 3000 થી વધારે લોકો ઘાયલ થયા છે. સમગ્ર ગાઝાપટ્ટીના આકાશમાં ધુમાડો જ ધુમાડો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇઝરાયલી સેનાએ બંકર બસ્ટર નામના એક શક્તિશાળી પ્રકારના બોમ્બથી ઉત્તર-પશ્ચિમી ગાઝામાં સુરંગોને પણ નિશાન બનાવ્યા છે, જે ફિલિસ્તીનિઓ માટે સુરક્ષા ચોકીઓ હતી. ઇઝરાયેલી સેના હવે હુમલાથી હમાસ આતંકવાદીઓ અને સામાન્ય નાગરિકોમાં ફરક નથી કરી રહી અને ખુબ જ ક્રુરતા પુર્વક તેમના પર હુમલા કરી રહી છે.
હમાસ અને ઇઝરાયેલને સમર્થન બાબતે વિશ્વમાં બે ફાંટા
બીજી તરફ સમગ્ર વિશ્વના દેશ હમાસ અને ઇઝરાયેલને સમર્થન આપવા અંગે વહેંચાઇ ચુકી છે. ઇઝરાયલી હુમલાથી કોઇ અરબ દેશ ગુસ્સાથી ઉકળી રહ્યા છે. બગદાદ સહિત અનેક શહેરોમાં ઇઝરાયેલી અને અમેરિકાની વિરુદ્ધ નારેબાજી થઇ રહી છે અને ગાઝામાં શાંતિની બહાલી માટે વિરોધ-પ્રદર્શન થવા લાગ્યા છે. ઇરાનની સાથે સાથે લેબનાનમાં પણ ગાઝા માટે પ્રદર્શન થઇ રહ્યું છે. બેરૂતમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
બેગ્રુપમાં વહેંચાઇ ગયું વિશ્વ
ઇરાક,ઇરાન, ઇજીપ્ત, સીરિયા, તુર્કી, કતર અને લેબનાન સહિત અનેક અરબ દેશોએ ઇઝરાયેલને ચેતવણી આપી છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રતિ જો બાઇડેને ઇઝરાયેલી વડાપ્રધાન બેજામિન નેતન્યાહુને ફોન કરીને કહ્યું કે, તેઓ તેની સાથે ઉભા છે. એટલું જ નહી અમેરિકાએ ઇઝરાયેલને દારૂગોળો અને હાઇટેક હથિયારોની ખેપ પણ મોકલવાનું શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અમેરિકાએ પોતાના સૌથી મોટા સૈનિક મથક USS જેરાલ્ડ ફોર્ડને પૂર્વી ભૂમધ્યસાગર (જેના કિનારે ગાઝા પટ્ટી અને ઇઝરાયેલ સ્થિત છે) મોકલી દીધા છે.
અમેરિકાનું આ જહાજ પોતાની જાતમાં જ એક નાનકડી નૌસેના છે
અમેરિકાનું આ જહાજ પોતાની જાતમાં નૌસેના બરાબર છે. જેને પહોંચી વળવું કોઇ દેશ માટે શક્ય નથી. અમેરિકાએ આ જ સંદેશ આપવા માટે તેને પૂર્વી ભૂમધ્યસાગરમાં મોકલ્યું છે અને પોતાની સૌથી મોટી ફાયર પાવરને પણ ઇઝરાયેલ પાસે તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ઉપરાંત બ્રિટન,ફ્રાંસ, ઇટાલી અને જર્મનીએ પણ ઇઝરાયેલનું સમર્થન કર્યું છે.
શું છે USS જેરાલ્ફ ફોર્ડ
USS જેરાલ્ડ ફોર્ડ અમેરિકી નૌસેનાનું એક ફાઇટર વિમાન વાહક યુદ્ધજહાજ છે, જેના પર તિકોનદેરેગા મિસાઇલ ક્રુઝર અને આર્લેગ બ્રકના ચાર મિસાઇલ ડિસ્ટ્રોયર તહેનાત છે. તેને મોટા પ્રમાણમાંસેનાને રસદ સપ્લાય કરનારુ શિપ પણ છે. આ ઉપરાંત પાણીની અંદર દુશ્મનોની ઓળખ રોકવા માટે પરમાણુ સબમરીન પણ આ મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. અમેરિકી યુદ્ધ જહાજને જોઇને કોઇ પણ દુશ્મ સામે ન ટકી શકે તેટલી શક્તિ છે. અમેરિકા આ બેડાને ઉતારીને તે જ સંદેશ ઇઝરાયેલ-હમાસ જંગમાં પણ આપવા ઇચ્છી રહી છે કે કોઇ પણ દેશ તેની પાસે આવવાની હિમાકત ન કરે. તેને CVN-78 પણ કહેવામાં આવે છે.
અમેરિકા દ્વારા મોટુ યુદ્ધ જહાજ ઉતારી દેવાયું
પૂર્વી ભૂમધ્યસાગરમાં આ બેડાની તહેનાતી પાછળ અમેરિકાની લાંબી ચાલ છે. બીજી તરફ સમુદ્રથી સીરિયા પર પણ એટેક કરી શકે છે. આ ઉપરાંત લેબેનોનની સીમા પર પણ પહેરો લગાવી શકે છે. અમેરિકા આ બેડાને સીરિયા, લીબિયા ઉપરાંત તુર્કી અને ઇજીપ્તને પણ પોતાની રડાર પર રાખી શકશે. તે ઉપરાંત ભૂમધ્યસાગરથી જ અમેરિકા ઇઝરાયેલ માટે આકાશી સુરક્ષા કવચ બની શકશે. અમેરિકા એવું પહેલું ઇરાન અને અફઘાનિસ્તાનમાં પણ કરી ચુક્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકી બેડાની તહેનાતીથી ભૂમધ્યસાગરમાં ખાડી યુદ્ધનો નજારો ઉત્પન્ન થઇ શકે છે.
USS જેરાલ્ડ ફોર્ડની ખાસિયત
આ બેડાનું વજન એક લાખ ટન છે. ભારતનું યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રાંત તેના કરતા અડધા વજનનું છે. USS જેરાલ્ડ ફોર્ડ ન્યૂક્લિયર પાવરથી ચાલે છે અને સમગ્ર વિશ્વના કોઇ પણ હિસ્સામાં પહોંચી શકે છે. સમુદ્રમાં આ એરક્રાફ્ટ કેરિયરની રફતાર 56 કિલોમીટર પ્રતિકલાક છે. તેના પર એક સાથે 3000 નૌસેનિક તહેનાત થઇ શકે છે. આ વિમાનવાહક યુદ્ધજહાજ પર 90 ફાઇટર જેટ અને હેલિકોપ્ટર તહેનાત કરી શકાય છે. હાલ તેના પર સુપર હોર્નેટ અને F-35 ફાઇટર જેટ વિમાન તહેનાત છે.
યુદ્ધમાં રશિયા પણ કુદ્યુ
રશિયાએ પણ હમાસ-ઇઝરાયેલ જંગમાં એન્ટ્રી લીધી છે. રશિયાએ કહ્યું કે, તેઓ પેલેસ્ટાઇન સાથે જઇ શકે છે. રશિયાએ કહ્યું કે, આ યુદ્ધને અમેરિકાએ શરૂ કર્યું છે. રશિયાનું માનવું છે કે, અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશ યુક્રેનની જ જેમ ઇઝરાયેલને પણ ફસાવી રહ્યા છે. મોસ્કોનું કહેવું છે કે, મિડલ ઇસ્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે પશ્ચિમી દેશ ઇઝરાયેલનો ઇપયોગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ ઝડપથી પુતિનની સાથે મળી શકે છે. સમાચારો તેવા પણ આવી રહ્યા છે કે, અનેક અરબ દેશોએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર રશિયાની સાથે બેઠક કરી છે.
ADVERTISEMENT