વોશિંગ્ટન : ચીનમાં ફેફસાની રહસ્યમય બિમારી ફેલાઇ રહી છે. મોટા ભાગે આ બિમારીનો ભોગ 3 થી 8 વર્ષના બાળકો આ બિમારીથી પીડાઇ રહ્યા છે. આ બિમારીને કારણે ફેફસા સફેદ પડી રહ્યા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ અને ઓહાયોમાં આ બિમારીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બિમારીને હાલ તો ડોક્ટર્સ બેક્ટેરિયલ ન્યૂમોનિયાને વ્હાઇટ લંગ સિન્ડ્રોમ તરીકે ઓળખી રહ્યા છે.
ADVERTISEMENT
વોરેન કાઉન્ટી, ઓહિયોમાં આ બિમારીના કારણે કુલ 142 કેસ નોંધાયા છે. મેસાચ્યુસેટ્સના ડોક્ટરો અનુસાર વ્હાઇટ લંગ સિન્ડ્રોમ ચીનની રહસ્યમય બિમારીની જેમ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનનું મિશ્રણ છે. અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના ધારાસભ્યો દ્વારા ચીની લોકોના પ્રવાસ પર પ્રતિબંધની માંગ કરી રહી છે. 5 સાંસદો અનુસાર WHO ની રાહ પણ ન જોવા માટે અપીલ કરવામાં આવી છે.
શું હોય છે વ્હાઇટ લંગ સિન્ડ્રોમ
વ્હાઇટ લંગ સિન્ડ્રોમથી પીડિત બાળકોની છાતીના એક્સરેમાં સફેદ કલરના ધબ્બા દેખાય છે. પ્લમોનરી એલવિઓર માઇક્રોલિથિઆસિસ (PAM) અને સિલિકોસિસ તરીકે ઓળખાય છે. PAM નામની બિમારી થાય તો ફેફસા ચોકઅપ થઇ જાય છે. વ્યક્તિને ઉધરસ અને છાતીમાં દુખાવો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. તેના ફેફસામાં સફેદ ડાઘ દેખાવા લાગે છે.
વ્હાઇટ લંગ સિન્ડ્રોમનું ચીન કનેક્શન
અમેરિકામાં ઝડપથી ફેલાઇ રહેલા આ રોગ ચીનની બિમારીથી અલગ છે. અમેરિકાના લોકોને તાવ, શરીર દુખવું અને ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. ચીનનાં લોકો ઉધરસ, ગળામાં દુખાવો, ફેફસા સોજી જવા અને શ્વાસનળીના સોજા જેવા લક્ષણો દેખાય છે. આ બંન્ને બિમારી બેક્ટેરિયા અને વાયરસના મિશ્રણથી સામાન્ય રીતે થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કિસ્સામાં બાળકોમાં આ રોગ ફેલાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના લોકડાઉનના કારણે બાળકો સહિત તમામ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. જેના કારણે આ બિમારી હવે ખુબ જ ઝડપથી ફેલાઇ રહી છે.
ADVERTISEMENT