નવી દિલ્હી : નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પર સમગ્ર વિશ્વની નજર રહે છે. તેના પર આશંકા રહે છે કે, તે ગમે ત્યારે ગમે તે કરી શકે છે અને તબાહી લાવી શકે છે. તેવામાં પાવરફુલ દેશોએ તેના પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવેલા છે. બીજી તરફ એંક ચોંકાવનારો ખુલાસો થયો છે કે અમેરિકા અને સાઉથ કોરિયાના એજન્ટ્સે કિમ જોંગ ઉનને બાયોકેમિકલ વેપન દ્વારા મારી નાખવાનું કાવત્રું રચ્યું હતું. આ ખુલાસા બાદ હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
જો કે આ સમગ્ર પ્લાનિંગ સફળ નહોતું રહ્યું અને કિમ જોંગ ઉન જીવતો બચી ગયો હતો. આ નિષ્ફળ યોજનાની માહિતી ધરાવતા સુત્રોએ જણાવ્યું કે, કાવત્રુ વર્ષ 2017 માં રચવામાં આવ્યું હતું. જ્યારે કિમ થોડા મહિના બાદ સીઆઇએ ડાયરેક્ટરને મળ્યા તો તેમણે પણ તેની મજાક ઉડાવી હતી.
ધ મિરરના રિપોર્ટ અનુસાર કિમ અને ડોનાલ્ડ ટ્રમના કુખ્યાત 2018 શિખર સમ્મેલનના બે મહિના પહેલા સીઆઇએ ડાયરેક્ટર માઇક પોમ્પિયોએ ગુપ્ત રીતે ઉત્તર કોરિયન નેતા સાથે મુલાકાત કરી હતી. કિમે કથિત રીતે પોતાના અતિથિનું સ્વાગત કરતા કહ્યું કે, મિસ્ટર ડાયરેક્ટર, મે નહોતું વિચાર્યું કે તમે આવશો. મને ખબર છે કે તમે મારી હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છો. ત્યાર બાદ પોમ્પિઓએ પણ મજાકના અંદાજમાં કહ્યું કે, મહોદય, હું હજી પણ તમારી હત્યાનું કાવત્રું રચી રહ્યો છું. જો કે મળતી માહિતી અનુસાર ઉત્તર કોરિયન સરમુખત્યાર મજાક નહોતો કરી રહ્યો કારણ કે હત્યાના કાવત્રા સાથે જોડાયેલા એક સુત્રએ ધ ડેલી બીસ્ટને જણાવ્યું કે, 2017 માં કિમ શાસનને ઉખાડી ફેંકવાની એક સક્રિય યોજના બનાવી હતી.
અપહરણકારો અને ઉત્તર કોરિયન શરણાર્થીઓના માનવાધિકારો માટે નાગરિક પંચના સીઇઓ દોહ હી યુંને ઉત્તર કોરિયામાં ષડયંત્રમાં સમાવ્યા હતા. તેઓ સાઇબેરિયન શહેરના રહેતા કાવત્રાખોર કિમ સેઓંગ ઇલ સાથે રોજિંદી રીતે વાત કરતા હતા. શિયાના ખ્વાબરોવસ્ક દોહે ધ ડેલી બિસ્ટને જણા્યું કે, બે કે ત્રણ વર્ષ સુધી મારી કિમ સેઓંગ ઇલ સાથે વાતચીત થઇ, જેનો ઇરાદો કિમના શાસનને ઉખાડી ફેંકવાનું હતું. કથિત રીતે આ યોજના ગુપ્ત રીતે યુએસબી સ્ટિક પર શેર કરવામાં આવી હતી. કિમના આંતરિક ઘેરાની અંદર સુધી પહોંચાડવામાં આવી હતી. જે કથિત રીતે કિમને મારવા માટે તૈયાર હતા. કિમ સેઓંગ ઇલને પોતાના કાવત્રાના ખતરા અંગે પુરતી માહિતી હતી. દોહે તેમને યાદ કરાવતા કહ્યું કે, ક્રાંતિમાં હંમેશા બલિદાન હોય છે. અમે જાણતા હતા કે આ ખતરનાક હોઇ શકે છે. અમે જે કરવા જઇ રહ્યા હતા, તેમનાં કોઇએ તો જોખમ ઉઠાવવું પડે તેમ હતું.
જો કે આ ષડયંત્ર નિષ્ફળ રહ્યું અને કિમ જોંગ ઉન સામે આવ્યા અને તે જીવતા હોવાનું પણ સામે આવ્યું. ઉત્તર કોરિયાએ 2017 માં 23 મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે, કિમ સેઓંગ ઇલ સહિત તમામ કાવત્રાખોરોની ધરપકડ કરી લેવાઇ છે. જો કે તે વીડિયોમાં તે સમયે દક્ષિણ કોરિયન અથવા વિદેશી મીડિયા દ્વારા રિપોર્ટ કરાયો નહોતો. વીડિયોમાં કિમ જોંગ ઉનના નામનો ઉલ્લેખ નહોતો કર્યો પરંતુ સીઆઇએ અને એનઆઇએસ દ્વારા આતંકવાદી કાવત્રા રચવાના પુરાવાનો હવાલો ટાંકતા સુપ્રીમ નેતાને નિશાન બનાવવાનું રચવાનો દાવો કરવામાં આવ્યો હતો.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ એક નિવેદનમાં દાવો કર્યો કે, મે 2017 માં કિમને પદથી હટાવવાના અમેરિકા સમર્થિક પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો કે, જધન્ય આતંકવાદીઓનું એક જુથ જેણે અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સી અને દક્ષિણ કોરિયન કઠપુતળી ગુપ્ત સેવાના આદેશ બાદ અમારા દેશમાં ઘુસણખોરી કરી હતી, જેનો ઉદ્દેશ્ય બાયોલોજિકલ કેમિકલ હથિયારનો ઉપયોગ કરીને અમારા હેડક્વાર્ટર વિરુદ્ધ આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો હતો. આ આતંકવાદની પાછળ મુખ્ય રીતે અમેરિકાની વાસ્તવિક નેચર સ્પષ્ટ જોઇ શકાય છે.
ADVERTISEMENT