Akash & Shloka blessed baby girl: દેશના બિઝનેસ ટાયકુન મુકેશ અને નીતા અંબાણીના ઘરે એકવાર ફરીથી એકવાર ખુશીઓનો મોકો આવ્યો છે. તેમના પરિવારમાં એક સભ્ય વધી ગયો છે. તેમના મોટા દિકરા અને વહુ આકાશ અને શ્લોકાએ પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. અંબાણી પરિવારમાં નાનકડી બાળકીની કિલકારીઓથી ગુંઝી ઉઠ્યું છે. શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે એટલે કે 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો. બાળકના આગમનથી અંબાણી પરિવાર ખુબ જ ખુશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 10 ડિસેમ્બર 2020 ના રોજ શ્લોકા અને આકાશ પહેલીવાર માતા-પિતા બન્યા હતા. પોતાના ઘરમાં એક પુત્રનું સ્વાગત કર્યું હતું. તેના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. હવે એક પુત્રીના આવવાને કારણે પરિવારમાં ખુશીનો માહોલ છે. પૃથ્વીને નાની પુત્રી મળી ચુકી છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર મહેતા અને અંબાણી એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. આકાશ અને શ્લોકા હાઇસ્કુલમાં સાથે ભણે છે. 12 મા ધોરણમાં આકાશે શ્લોકા સાથે પોતાના દિલની વાત કરી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું અને તેમણે સ્વીકાર કરી લીધો. બંન્નેએ પોતાના એજ્યુકેશન પુર્ણ કરવા માટે અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. જો કે તેમણે ક્યારે પણ એક બીજાનો સાથ નથી છોડ્યો. જ્યારે તેમણે પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું અને પોતાની કારકિર્દી શરૂ કરી તો બંન્નેએ અધિકારીક રીતે પોતાના સંબંધની જાહેરાત કરી હતી. આકાશ અને શ્લોકાએ માર્ચ 2018 માં સગાઇ કરી હતી. બંન્ને લવબર્ડ ડિસેમ્બર 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા.
ADVERTISEMENT