રેપ પીડિતાની કુંડળી મીલાવવાના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટેઃ સુપ્રીમે જાતે સંજ્ઞાન લીધું

સંજય શર્મા.નવી દિલ્હીઃ યુપીની અલ્હાબાદ હાઈકોર્ટ સાથે જોડાયેલો એક ખૂબ જ વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં બળાત્કારના આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ યુપીની અલ્હાબાદ હાઈકોર્ટ સાથે જોડાયેલો એક ખૂબ જ વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં બળાત્કારના આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો કે તે માંગલિક છે. આના પર કોર્ટે લખનૌ યુનિવર્સિટી (LU)ના જ્યોતિષ વિભાગને પીડિતાની કુંડળી જોઈને તે માંગલિક છે કે નહીં તે જણાવવાનો આદેશ આપ્યો છે. શનિવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશ પર સ્ટે લગાવી દીધો હતો.

હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે જન્માક્ષર પરીક્ષણનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ બ્રિજરાજ સિંહની કોર્ટે 23 મેના રોજ આ આદેશ આપ્યો હતો. કોર્ટે લખનૌ યુનિવર્સિટીને 10 દિવસનો સમય આપ્યો હતો. આ મામલે આગામી સુનાવણી 26 જૂને થવાની હતી. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું અને નિર્ણય પર રોક લગાવી દીધી હતી. તાકીદની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ આદેશ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

કોઈના જીવને જોખમ હોવાનું જાણી અરવલ્લી કલેક્ટરે તુરંત કાર રોકાવી, કરી ઘાયલ વ્યક્તિની આવી મદદ

શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આ મામલો લખનૌનો છે, અહીંની એક યુવતીનો આરોપ છે કે તેને ગોવિંદ રાય ઉર્ફે મોનુ નામના વ્યક્તિએ લગ્નના બહાને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ચિનહાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી અને મહિલાના લગ્ન પરિવારની સહમતિથી નક્કી કરવામાં આવ્યા હતા. દરમિયાન મહિલાના પિતાનું અવસાન થયું હતું. તે પ્રસંગ પર આરોપી આવ્યો હતો અને લગ્નના બહાને મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો. બાદમાં ઘરે પહોંચીને આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી. આરોપીના જામીન માટે દલીલ કરતા તેમના વકીલે કહ્યું કે, આરોપીના પૂજારીના મતે યુવતીની કુંડળીમાં માંગલિક દોષ છે.

હાઈકોર્ટના જજ બ્રિજ રાજ સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 23 મેના રોજ આદેશ આપ્યો હતો કે આરોપીએ યુવતી સાથે લગ્નનું ખોટું વચન આપ્યું હતું. આ સાથે તેમણે લખનૌ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના એચઓડીને 10 દિવસની અંદર મહિલાની કુંડળી તપાસવા અને તે માંગલિક છે કે નહીં તે જણાવવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 26 જૂને થવાની હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

    follow whatsapp