કાશી બાદ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો પણ થશે સર્વે, Allahabad High Court આપી મંજૂરી

Allahabad High Court : અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે…

gujarattak
follow google news

Allahabad High Court : અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે.હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, અમે એડવોકેટ કમિશનરની નિમણૂક જારી કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. જોકે, ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે આ અંગે વધુ માહિતી 18 ડિસેમ્બરે આપવામાં આવશે.

શું છે મામલો ?

આ મામલામાં ‘ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન’ અને અન્ય 7 લોકોએ વકીલો હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું. એડવોકેટ વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા અનુસાર, ‘અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં કમળના આકારનો સ્તંભ છે જે હિંદુ મંદિરોની વિશેષતા છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાં હિંદુ દેવતાઓમાંના એક ‘શેષનાગ’ની છબી પણ છે. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના સ્તંભના નીચેના ભાગમાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે.

    follow whatsapp