નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે દિલ્હીમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે હવે કોવિડ-19 કેસમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓને નવી સૂચનાઓ જાહેર કરી છે.
ADVERTISEMENT
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું કે તેણે એરલાઈન્સને સૂચનાઓ જાહેર કરી છે કે મુસાફરોએ યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા જોઈએ અને મુસાફરી દરમિયાન યોગ્ય રીતે સેનિટાઈઝ કરવું જોઈએ. જો કોઈ મુસાફર સૂચનાનું પાલન ન કરે તો એરલાઈન્સ દ્વારા પેસેન્જર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે કોવિડ-19 હજી યથાવત છે. અમે કેસોની સંખ્યામાં ફેરફારની આગાહી કરી શકતા નથી તેથી અમારે સાવચેત રહેવાની અને સાવચેતીના ડોઝ લેવાની જરૂર છે. દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીની હાલત સૌથી ખરાબ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે સરેરાશ 5 થી 8 લોકોના મોત થઈ રહ્યા છે. જો કે, મંગળવારે 1000 થી ઓછા નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગે લોકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. કેન્દ્રએ પણ કોરોનાના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારે (17 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીએ 249 વધુ છે. 36 દર્દીઓએ જીવ ગુમાવ્યો.
ADVERTISEMENT