મુંબઈઃ બોલિવૂડનો મોસ્ટ લવિંગ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બની ગયા છે. તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. આ અંગે બંને દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી માહિતી આપવામાં આવી છે. અત્યારે ફેન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આલિયા ભટ્ટની ડિલીવરી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ છે.
ADVERTISEMENT
કપૂર અને ભટ્ટ પરિવારમાં ઉજવણીનો માહોલ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે દીકરીનો જન્મ થયો છે. અત્યારે કપૂર અને ભટ્ટ પરિવારમાં ઉજવણીનો માહોલ હોય એવું જોવા મળી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે પરિવારના દરેક સભ્યો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
એપ્રિલમાં લગ્ન કર્યા…
આલિયા અને રણબીરે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા. ત્યારપછી થોડા સમયગાળાની અંદર જ કપલે આ પ્રગનેન્સીના ગુડ ન્યૂઝ આપી દીધા હતા. ફેન્સ પણ આ બેબી ચાઈલ્ડની રાહ જોઈ રહ્યા હતા. અત્યારે ફેન્સ અને સેલેબ્સ રણબીર અને આલિયાને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT