ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ અયોધ્યામાં હાઈ એલર્ટ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં માહોલ બગાડવાનું ષડયંત્ર; પોલીસનો લોખંડી બંદોબસ્ત

અયોધ્યામાં ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ આજે પોલીસ હાઈ એલર્ટ પર છે. 6 ડિસેમ્બરે 1992ના રોજ બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. જેથી આજે અયોધ્યા…

gujarattak
follow google news

અયોધ્યામાં ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ આજે પોલીસ હાઈ એલર્ટ પર છે. 6 ડિસેમ્બરે 1992ના રોજ બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. જેથી આજે અયોધ્યા રામ મંદિરની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિનિયર અધિકારીઓ સતત રાઉન્ડ પર છે.

આતંકવાદીઓની પૂછપરછમાં થયો હતો ખુલાસો

ઈનપુટ મુજબ, કેટલાક લોકો માહોલ બગાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સાવચેતી રાખવામાં આવી રહી છે. તો 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેમાં ઘણા VVIP હાજરી આપવાના છે. તાજેતરમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIના ‘ISIS’ સ્લીપર સેલ મોડ્યુલનો ખુલાસો કરતા ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાંથી આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેમને અક્ષરધામ મંદિર અને રામ મંદિર પર હુમલાનો ટાસ્ક આપવામાં આવ્યું હતો. આ ઈનપુટ યુપી પોલીસ સાથે પણ શેર કરવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આતંકીઓનો હેન્ડલર છે ગોરી

ધરપકડ કરાયેલા આતંકવાદીઓનો હેન્ડલર ફરહતુલ્લા ગોરી હતો, જે ભારતમાંથી ભાગીને પાકિસ્તાન જઈને છુપાઈ ગયો હતો. ફરહતુલ્લા ગોરી ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. 2002માં ગોરીએ હૈદરાબાદમાં એસટીએફ ઓફિસ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો. હૈદરાબાદનો રહેવાસી ફરહતુલ્લા ગોરી ભારતથી ભાગીને પાકિસ્તાનમાં છુપાઈ ગયો છે. ભારત સરકારે ફરહતુલ્લાને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો છે.

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીંના મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિના ત્રણ વિગ્રહ લગભગ તૈયાર થઈ ગયા છે. ત્રણમાંથી એક મૂર્તિની પસંદગી આ એટલે કે ડિસેમ્બરમાં થઈ શકે છે. મંદિરમાં રામલલાના 5 વર્ષના બાળ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ પોતાના હાથે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ત્રણ માળના રામ મંદિરના ભોંયતળિયાનું બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થશે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ યોજાશે. રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે જણાવ્યું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ યોજાશે.

    follow whatsapp