Alaskapox Virus: વર્ષ 2015માં અલાસ્કામાં એક નવો વાયરસ મળી આવ્યો હતો. તે ફેરબેન્ક્સ નોર્થ સ્ટાર બરો પર્માફ્રોસ્ટના પીગળવાથી બહાર આવ્યો હતો. ફેબ્રુઆરી 2024 સુધીમાં માત્ર સાત લોકોને જ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. પરંતુ હવે પહેલીવાર આના કારણે કોઈ વ્યક્તિનું મોત થયું છે. ફેરબેન્ક્સ નોર્થ સ્ટાર બોરોમાં છ દર્દીઓ અને કેનાઈ ટાપુમાં સાતમો દર્દી મળી આવ્યો છે.
ADVERTISEMENT
મૃત્યુ પામનાર વ્યક્તિને જાન્યુઆરીના અંતમાં અલાસ્કાપોક્સ વાયરસના ચેપનું સંક્રમણ લાગ્યું હોવાની જાણ થઈ હતી. આ વાયરસ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસ છે. તે સ્મોલપોક્સ, મંકીપોક્સ અને કાઉપોક્સ જેવી જ જાતિનો છે. તેથી તેનું નામ અલાસ્કાપોક્સ રાખવામાં આવ્યું.
આ રોગ નાના સસ્તન પ્રાણીઓમાં પણ જોવા મળ્યો છે. આ વાયરસના ચેપ પછી, ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાય છે. દાણાઓ નીકળવા લાગે છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે ઈજાનું સ્વરૂપ લઈ લે છે. તેમાં પરુ થવા લાગે છે. સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. સમયસર સારવાર મળ્યા પછી પણ તેને સાજા થવામાં છ મહિના લાગે છે.
આ ખતરનાક વાયરસ નાના સસ્તન પ્રાણીઓ દ્વારા ફેલાય છે
તે નાના સસ્તન પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાય છે, પરંતુ તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે માણસો તેનાથી કેવી રીતે સંક્રમિત થાય છે. 2021 સુધી હાથ ધરાયેલા સંશોધનમાં અલાસ્કાપોક્સ વાયરસ મનુષ્ય સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગેના નક્કર પુરાવા મળ્યા નથી. અન્ય દર્દી પણ આ ચેપ સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ તેમને સારવારની જરૂર નથી કારણ કે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે. પરંતુ મૃત્યુ પામનાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હતી.
ચેપગ્રસ્ત પ્રાણીના ખંજવાળ દ્વારા પણ ચેપ લાગી શકે છે
અલાસ્કાપોક્સથી મૃત્યુ પામનાર વ્યક્તિ જંગલોમાં એકલો રહેતો હતો. તે બહાર ફરવા પણ નહોતો ગયો. એવી આશંકા છે કે તેને આ વાયરસ તેની પાલતુ બિલાડીમાંથી આવ્યો હશે. કારણ કે તે બિલાડી જંગલમાં નાના સસ્તન પ્રાણીઓનો શિકાર કરતી હતી. જો બિલાડીએ તેને નખ માર્યા હોય તો તે ચેપગ્રસ્ત થયો હશે.
યોગ્ય સમયે સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે
બિલાડી વાયરસથી સંક્રમિત નથી, પરંતુ વાયરસ તેના પંજા દ્વારા ફેલાય શકે છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેણે સપ્ટેમ્બરમાં તેના જમણા હાથ પર લાલ સોજો અને ડાઘ જોયો હતો. તેણે એન્ટિબાયોટિક્સ લીધી. પરંતુ છ અઠવાડિયા પછી તેના લક્ષણો વધવા લાગ્યા. જે બાદ તેને થાક અને પીડા અનુભવાઈ હતી. જાન્યુઆરી સુધીમાં, ઘણા પરીક્ષણો પછી, અલાસ્કાપોક્સ વાયરસના ચેપની પુષ્ટિ થઈ. કિડની અને ફેફસાંની નિષ્ફળતાને કારણે દર્દીનું મૃત્યુ થયું હતું.
તિબેટના ગ્લેશિયરમાં ખતરનાક વાયરસ મળ્યો હતો
તિબેટમાં પીગળતા ગ્લેશિયરમાં 15 હજાર વર્ષ જૂના વાયરસ મળી આવ્યા છે. આ વાયરસ ભારત, ચીન અને મ્યાનમાર જેવા દેશો માટે ખતરો બની શકે છે. આ પ્રાચીન વાયરસના ચેપનો કોઈ ઈલાજ નથી. પરમાફ્રોસ્ટ સમગ્ર વિશ્વમાં પીગળી રહ્યું છે. ગ્લેશિયર્સ અને પરમાફ્રોસ્ટના પીગળવાથી 7.50 લાખ વર્ષ જૂના બેક્ટેરિયાનો ઉદભવ થયો છે.
22 હજાર ફૂટની ઊંચાઈએ બરફમાં વાઈરસ મળ્યો
તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ તિબેટના ઉચ્ચપ્રદેશ પર હાજર ગુલિયા આઇસ કેપ પાસે 15 હજાર વર્ષ જૂના વાયરસના સમુહની શોધ કરી છે. આ વાયરસ ચીનમાં તિબેટના પીગળતા ગ્લેશિયરની નીચે સમુદ્ર સપાટીથી 22 હજાર ફૂટની ઉંચાઈ પર મળી આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ 33 વાયરસ શોધ્યા. જેમાંથી આખી દુનિયા 28 વિશે કશું જ જાણતી નથી.
વાઈરસના ચેપનો કોઈ ઈલાજ નથી
આ પહેલા ક્યારેય જોયા નથી. તેનો અર્થ એ કે તેમના ચેપનો કોઈ ઈલાજ હોઈ શકે નહીં. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના અન્ય એક વૈજ્ઞાનિક મેથ્યુ સુલિવાને જણાવ્યું હતું કે, આ વાયરસે પોતાનું જીવન આત્યંતિક સ્થિતિમાં વિતાવ્યું છે. હવે તેઓ કોઈપણ પ્રકારના તાપમાન અથવા હવામાનનો સામનો કરી શકે છે. એટલે કે તેમના પ્રસારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. ન તો કોઈ સારવાર છે.
ADVERTISEMENT