મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટના બની ત્યારે તે ટાઇગર શ્રોફ સાથે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો. જોકે, અક્ષયે શૂટિંગ બંધ ન કર્યું અને ઈજાગ્રસ્ત થયા પછી પણ કામ કરવાનું ચાલુ રાખ્યું. જણાવી દઈએ કે આ સમયે ફિલ્મની આખી ટીમ સ્કોટલેન્ડમાં છે.
ADVERTISEMENT
રિપોર્ટ્સ મુજબ, અક્ષય કુમારે એક્શન સિક્વન્સના શૂટિંગમાં ઇજાગ્રસ્ત થઈ ગયો છે અને તે તેના બાકીનું શૂટિંગ ચાલુ રાખશે કારણ કે તેને ગંભીર ઇજા નથી. જો કે તેની એક્શન સિક્વન્સ હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવી છે, તે ક્લોઝ-અપ શોટ્સ સાથે શૂટિંગ ચાલુ રાખશે.
ઈજા થયા બાદ પણ અક્ષયે શૂટિંગ કર્યું
હિન્દુસ્તાન ટાઈમ્સના એક સૂત્રના માધ્યમથી કહેવાયું છે કે, ‘અક્ષય ટાઈગર સાથે એક એક્શન સીક્વન્સિંગનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને સ્ટંટ કરતી વખતે ઈજા થઈ. અત્યારે તેના ઘૂંટણ પર બ્રેસેસ લાગ્યા છે. જો કે, એક્શનના ભાગની શૂટિંગ હાલમાં અટકાવી દેવામાં આવી છે. અક્ષય તેના બાકીના ક્લોઝ-અપ્સ સાથે શૂટિંગ ચાલુ રાખ્યું છે, જેથી સ્કોટલેન્ડના શેડ્યૂલને પૂર્ણ કરવામાં કોઈ વિલંબ ન થાય.
‘બડે મિયા છોટા મિયા’માં આ સ્ટાર્સ પણ છે
બડે મિયાં છોટે મિયાંમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત સોનાક્ષી સિંહા અને પૃથ્વીરાજ સુકુમારન પણ હશે, જેમણે સ્કોટલેન્ડ જતા પહેલા મુંબઈમાં પોતાનું પહેલું શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે, જે ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘સુલતાન’, ‘ભારત’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ અને ‘ગુંડે’ સહિતની ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે.
ADVERTISEMENT