ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબે સુસાઈડ કેસમાં મોટો ઘટસ્ફોટ, પરિવારે બોયફ્રેન્ડ પર લગાવ્યો ગંભીર આરોપ

વારાણસી: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબેની શંકાસ્પદ આત્મહત્યાના સંબંધમાં આજે વારાણસી પહોંચેલી તેની માતા મધુ દુબેએ ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના ભાઈ…

gujarattak
follow google news

વારાણસી: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબેની શંકાસ્પદ આત્મહત્યાના સંબંધમાં આજે વારાણસી પહોંચેલી તેની માતા મધુ દુબેએ ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ કહ્યું કે તેમની પુત્રીની હત્યા સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહે કરાવી છે. મૃતક આકાંક્ષા દુબેની માતા મધુ દુબેના જણાવ્યા અનુસાર, સમર સિંહ અને સંજય સિંહે આકાંક્ષાને ત્રણ વર્ષ સુધી કરોડો રૂપિયાનું કામ કરાવ્યું હતું. માતાએ જણાવ્યું કે 21મીએ સમર સિંહના ભાઈ સંજય સિંહે આકાંક્ષા દુબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના વિશે આકાંક્ષા દુબેએ પોતે ફોન પર જાણ કરી હતી.

લટકતી હાલતમાં મળી હતી એક્ટ્રેસની લાશ
ગઈકાલે વારાણસીના સારનાથમાં એક હોટલના રૂમાં ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેની ફાંસી પર લટકતી લાશ મળી આવી હતી. પોલી સ્ટેશન વિસ્તારમાં એક હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. આકાંક્ષાની શંકાસ્પદ આત્મહત્યાના સમાચાર પર તેની કાકીએ કહ્યું હતું કે તે આત્મહત્યા કરી શકે નહીં, આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

IPS બનાવવા ઈચ્છતો હતો પરિવાર
આકાંક્ષા દુબે 3 વર્ષની ઉંમરે માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ હતી. તેના પેરેન્ટ્સ તેને IPS અધિકારી બનાવવા ઈચ્છતા હતા, પરંતુ તેનું મન ડાંસિંગ અને એક્ટિંગમાં હતું. તેને બાળપણથી જ ટીવી જોવાનું પસંદ હતું અને આ બાદ તે ફિલ્મી દુનિયામાં આવી. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ આકાંક્ષાએ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી.

17 વર્ષની ઉંમરે ભોજપુરી સિનેમામાં એન્ટ્રી કરી
17 વર્ષની ઉંમરે ભોજપુરી સિનેમા શરૂ કરનાર આકાંક્ષા દુબેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની મિત્ર પુષ્પાંજલિ પાંડેએ આમાં તેની મદદ કરી હતી. જોકે, એક રિપોર્ટ અનુસાર, આકાંક્ષા દુબેએ 17 વર્ષની ઉંમરે ભોજપુરી સિનેમામાં પગ મૂક્યો હતો. અહીં તેણે નિર્દેશક આશિ તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે તેને ઘણી વખત અસ્વીકારનો સામનો પણ કરવો પડ્યો હતો.

આકાંક્ષા ડિપ્રેશનમાં ગઈ હતી, માતાએ કમબેક કરાવ્યું
કહેવાય છે કે વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં ગઈ હતી. આ પછી તેણે ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી. તેણે કહ્યું હતું કે નવા કલાકાર સાથે નવા કલાકારની જેમ વ્યવહાર કરવામાં આવતો નથી. જેના કારણે લોકોનો વિશ્વાસ તૂટે છે. આ પછી આકાંક્ષા દુબેએ ફિલ્મોમાં પુનરાગમન કર્યું અને તેનો શ્રેય તેની માતા મધુ દુબેને આપવામાં આવ્યો. ઘણા હિટ ગીતોમાં કામ કર્.યું આકાંક્ષાએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ બદના વાલે કી 2’ નામની ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મો સિવાય તેણે ઘણા સારા ગીતોના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. 2021માં આવેલું અભિનેત્રીનું ગીત ‘તુમ જવાન હમ લિકા’ બ્લોકબસ્ટર હિટ સાબિત થયું હતું. જે દિવસે આકાંક્ષા દુબેની આપઘાતની ખબર સામે આવી ત્યારે પણ તેનું નવું સોન્ગ રિલીઝ થયું હતું.

    follow whatsapp