Akanksha Dubey Update: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીમાં પોતાની હોટલના રૂમમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ તેનો બોયફ્રેન્ડ સમર સિંહ ગુમ હોવાનું કહેવાય છે. Akanksha Dubey Suicide માં નવા નવા ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેની લાશ વારાણસીની એક હોટલમાં લટકતી હાલતમાં મળી આવી છે. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી સિનેમા જગત અને ચાહકો ચોંકી ગયા છે. ગઈકાલે રાત સુધી આકાંક્ષા દુબે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ હતી અને પોસ્ટ શેર કરતી હતી.
ADVERTISEMENT
અંતિમ વીડિયો જોવા માટે કરો ક્લિક…
આકાંક્ષા દુબે 25 વર્ષની હતી અને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ખ્યાતનામ
આકાંક્ષા દુબે 25 વર્ષની હતી અને તેણે ગયા મહિને 14 ફેબ્રુઆરીએ કેટલીક તસવીરો શેર કરીને ભોજપુરી ગાયક સમર સિંહ સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. હવે રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આકાંક્ષા દુબેની આત્મહત્યા બાદ સમર સિંહ મળી રહ્યો નથી. ઇટાઇમ્સે સોર્સના હવાલાથી કહ્યું કે, સમરસિંહનો ફોન આજ સવારથી જ સ્વિચ ઓફ છે. ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનો આજે સવારથી ફોન બંધ છે. કોઈ તેમનો સંપર્ક કરી શકતું નથી. જો કે આ મામલે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આત્મહત્યા બાદ પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે.
બોયફ્રેંડની સાથે તસવીરો પણ પોસ્ટ કરી હતી
આજે નવુ સોંગ રિલિઝ થયું, નવી ફિલ્મ શરૂ કરે તે પહેલા જ ઘટના
મળતી માહિતી અનુસાર આજથી આકાંક્ષા દુબે ફિલ્મ નાયક શરૂ કરવાની હતી. જેથી આજે સવારે 9 વાગ્યે મેકઅપ બોય તેને બોલાવવા હોટલ ગયો હતો, પરંતુ ત્યાં તેને ખરાબ સમાચાર મળ્યા. અભિનેત્રીની લાશ હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તાજેતરમાં સામે આવેલો વિડિયો આકાંક્ષા દુબેએ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, તાજેતરમાં જ તેણે ભોજપુરી ફિલ્મ ‘મિટ્ટી’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં તે અભિનેતા યશ કુમાર અને રક્ષા ગુપ્તા સાથે જોવા મળશે. તેનું નિર્દેશન ચંદન ઉપાધ્યાયે કર્યું છે. જોકે તેઓ જીવતા હતા ત્યારે આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. આશ્ચર્યની વાત એ છે કે આકાંક્ષાનું નવું ગીત આજે જ રિલીઝ થયું છે, જેમાં તે પવન સિંહ સાથે જોવા મળી રહી છે. આકાંક્ષાની આત્મહત્યાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે પોલીસ હજુ પણ આ કેસની તપાસમાં લાગેલી છે.
ADVERTISEMENT