મુંબઇ : મહારાષ્ટ્રમાં શિવસેના બાદ NCP ને પણ મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અજિત પવાર જુથને ઓરિજનલ NCP ગણાવવામાં આવ્યું છે. જેના કારણે શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે શરદ પવાર આ પાર્ટીના સ્થાપક હતા પરંતુ હવે તેમણે જ સ્થાપેલી પાર્ટી તેમની જ પાસેથી છીનવાઇ ચુકી છે. પોતાના જ ભત્રીજાએ કાકાના પગ તળેથી જમીન ખેંચી લીધી છે.
ADVERTISEMENT
જે પ્રકારે શિવસેનામાં પાર્ટીના સ્થાપક બાળા સાહેબના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો તે પ્રકારે વધારે એક દિગ્ગજને જીવતે જીવ પોતાની જ સ્થાપેલી પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમાચાર શરદ પવાર માટે ખુબ જ આધાતજનક છે. કારણ કે શરદ પવારને રાજનીતિના ચાણક્ય ગણવામાં આવે છે. જો કે હવે તે પોતાના જ ભત્રીજા સામે થાપ ખાઇ ચુક્યા છે. પોતાની પાર્ટી ગુમાવવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT