Maharashtra: 'અજિત પવાર જૂથ જ અસલી NCP', લોકસભા ચૂંટણી પહેલા શરદ પવાર જૂથને મોટો ઝટકો

સ્પીકરે પોતાનો નિર્ણય આપતી વખતે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી

 પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી

Maharashtra MLAs Disqualification

follow google news

Ajit Pawar Vs Sharad Pawar: NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શરદ પવાર જૂથને ઝટકો આપતા નિર્ણય સંભાળવ્યો કે, અજિત પવાર જૂથ જ અસલી NCP છે. તેમણે કહ્યું કે, નિર્વિવાદપણે અજિત પવાર પાસે 41 ધારાસભ્યોની બહુમતી છે. સ્પીકરે પોતાનો નિર્ણય આપતી વખતે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

 પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી

અજિત પવાર જૂથ તરફથી અનિલ પાટીલ અને સમીર ભુજબલ સુનાવણીમાં હાજર રહ્યા હતા. જ્યારે શરદ પવાર જૂથના વકીલો જ પહોંચ્યા હતા. શરદ પવાર જૂથ વતી ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કુલ પાંચ અરજીઓ હતી જેને જૂથ 1 અને જૂથ 2 એમ બે ભાગમાં વહેંચવામાં આવી હતી.
 

    follow whatsapp