અજિત પવાર મોડા મોડા સાચી જગ્યાએ આવ્યા, અમિત શાહે મોટો ઇશારો કર્યો

મુંબઇ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુણેમાં એનસીપી નેતા અજિત પવાર અંગે કહ્યું કે, તમારા અહીં આવવામાં ઘણુ મોડુ થઇ ગયું, તમારા માટે આ…

Amit Shah in Maharashtra

Amit Shah in Maharashtra

follow google news

મુંબઇ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુણેમાં એનસીપી નેતા અજિત પવાર અંગે કહ્યું કે, તમારા અહીં આવવામાં ઘણુ મોડુ થઇ ગયું, તમારા માટે આ જગ્યા જ યોગ્ય છે. અજિત પવાર ગત્ત મહિને ભાજપ અને સીએમ એકનાથ શિંદેની શિવસેનાના ગઠબંધનમાં સમાવેશ કરવા માટે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) હિસ્સો બની ગયો.

અમિત શાહે પોતાના ભાષણની શરૂઆતમાંઅજિત પવારને ઉપમુખ્યમંત્રી બનવા માટે શુભકામનાઓ આપી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહે. અમિત શાહે કહ્યું કે, મે પહેલીવાર અજિત પવાર સાથે મંચ પર બેઠો છું. અજિત પવાર હાલ યોગ્ય જગ્યા પર બેઠા છે. અહીં આવવામાં અજિત પવારે ખુબ જ મોડુ કર્યું.

સહકારીતા ગરીબ વ્યક્તિ માટે આશાનું કિરણ છે
કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, દેશમાં લોકોનું સપનું હતું, તેમનું ઘર બની જાય, તેમના ઘરે વિજળી આવી જાય. એક ગરીબના મનમાં જે પણ સનપું હોય છે તે બધુ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષમાં પુર્ણ કર્યું. તેમણે કહ્યું કે, ગરીબ કામ કરવા માંગે છે, પરંતુ તેની પાસે મુડી નથી, તેનો જવાબ સહકારિતા આંદોલન છે. સહકારથી સમૃદ્ધીનો અર્થ છે નાના વ્યક્તિને તક આપવી. આ મંત્રાલયથી લોકોને તક મળશે.

અમિત શાહે કહ્યું કે, સહકાર આંદોલન માટે પારદર્શિતા લાવવી જોઇએ

અમિત શાહે કહ્યું કે, સહકાર આંદોલન માટે અમે પારદર્શિતા લાવવી પડશે, જવાબદારી નક્કી કરવી પડશે. અમે સફળતાઓના અનેક ઉદાહરણ વિશ્વ સમક્ષ રજુ કર્યા છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે નક્કી કર્યું છે કે, આગામી 5 વર્ષમાં 3 લાખ નવા પેક્સ બનાવીશું. આજે સવારે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને કહ્યું કે, મહારાષ્ટ્રને અનેક યોજનાઓના સૌથી વધારો ફાયદો લેવો જોઇએ. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, એક સહકારી કોપરેટિવ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના પરથી માહિતી મળી જશે કે, કયા ગામ કોપરેટિવ આંદોલન નથી. તેના કારણે યુવાનોને જોડવામાં આવશે.

નાની જમીનના ખેડૂતો માટે અનોખા વ્યવસાયની તકો

ખેડૂતો અંગે વાત કરતા કહ્યું કે, ખેડૂતો પોતાના પ્રોડક્ટને એક્સપોર્ટ નથી કરી શકતા. હવે મલ્ટી એક્સપોર્ટ સમિતી આ કામ કરશે. જેનો ફાયદો ખેડૂતોને થશે. તેમણે જણાવ્યું કે, જો તમારી અઢી વિઘા જમીન છે તો તમે બિજનું ઉત્પાદન કરી શકો છો, પહેલા આ શક્ય નહોતું.

    follow whatsapp