એરલાઇન કર્મચારીઓની હડતાળ, યુરોપમાં ફસાયા હજારો કર્મચારી, અનેક ભારતીય ફસાયા

Europe Italy Airport Strike: ઇટાલીમાં એરલાઇન કર્મચારીઓની હડતાળના કારણે યૂરોપમાં હજારો યાત્રી ફસાયેલા છે. જેમાં સેંકડો ભારતીય ટુરિસ્ટોનો સમાવેશ થાય છે. હડતાળના કારણે સેંકડો ફ્લાઇટ…

Airline workers Strike

Airline workers Strike

follow google news

Europe Italy Airport Strike: ઇટાલીમાં એરલાઇન કર્મચારીઓની હડતાળના કારણે યૂરોપમાં હજારો યાત્રી ફસાયેલા છે. જેમાં સેંકડો ભારતીય ટુરિસ્ટોનો સમાવેશ થાય છે. હડતાળના કારણે સેંકડો ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે અથવા તો ખુબ જ મોડી ચાલી રહી છે. માત્ર ઇટાલીમાં જ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ થઇને 1000 ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી છે.

ઇટાલીમાં આ સૌથી પીક સિઝન છે. એવામાં હડતાળનાં કારણે અહીં આવેલા પર્યટકો મુશ્કેલીમાં મુકાયા છે. હડતાળના કારણે ઇટાલીના અલગ અલગ એરપોર્ટથી દિલ્હી આવનારી ફ્લાઇટ્સ પણ રદ્દ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય પર્યટકો એરપોર્ટ પર ફસાયા છે. ઇટાલીમાં ગરમીની સિઝન અને ટુરિસ્ટ સિઝનમાં પરિવહન કર્મચારીઓ હડતાળ કરે છે. એરલાઇન સ્ટાફ પહેલા રેલવે વિભાગના કર્મચારીઓએ પણ હડતાળ કરી હતી. અહીંના મજુર સંઘ કામ કરવાની સારી સ્થિતિ અંગે પ્રયત્નો કરી રહ્યા છે અને તે માટે જ હડતાળ પણ કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે રોમના હવાઇ મથક પર 200 ઉડ્યન રદ્દ કરવામાં આવી છે. મિલાનના હવાઇ મથક પર 150 ઉડ્યન રદ્દ કરવામાં આવી. જ્યારે ટ્યૂરિન અને પલેર્મોમાં અનેક ઉડ્યનો અટકાવવી પડી હતી. ઇટાલીના પરિવહન મંત્રી મોટેઆ સાલ્વિનીએ હડતાળ કરનારાઓને સમજદારીપૂર્વક કામ કરવા માટેનું આહ્વાન કર્યું હતું. જેથી લાખો અન્ય શ્રમિકો અને પર્યટકોને પરેશાનીનો સામનો ન કરવો પડે.

યુરોપમાં પડી રહી છે ભયાનક ગરમી
હડતાળની સાથે સાથે લોકો પર હવામાનનો માર પણ પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુરોપ આ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને ઇટાલીને પ્રચંડ ગરમીનો સામનો કરવો પડી શકે છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસન સુધી પહોચવાનું અનુમાન છે.

    follow whatsapp