અમદાવાદ : ટેક્નીકલ ખામીના કારણે સમગ્ર બ્રિટનમાં અચાનક હવાઇ મુસાફરી અને મુસાફરો બંન્ને રઝલી પડ્યા છે. જેના કારણે ન તો પ્લેન ઉડી રહ્યા છે ન તો ઉતરી રહ્યા છે. દેશની સમગ્ર એર ટ્રાફીક કન્ટ્રોલ સિસ્ટમ ફેલ થઇ જવાના કારણે આ સમસ્યા સર્જાઇ છે. જો કે હજી સુધી આ ટેક્નીકલ ખામી છે કે પછી કોઇ હેકર્સનું કારસ્તાન છે તે અંગેકોઇ સ્પષ્ટતા સામે આવી નથી. બ્રિટીશ એરપોર્ટ દ્વારા મુસાફરોને સુચના અપાઇ છે કે, એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્ક બંધ છે અને તેમની ફ્લાઇટ્સ મોડી પડશે.
ADVERTISEMENT
અધિકારીક રીતે નિવેદન બહાર પાડીને જાણ કરવામાં આવી
આ અંગે નેશનલ એર ટ્રાફિક કન્ટ્રોલરે અધિકારીક રીતે નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. હાલમાં એક ટેક્નિકલ ખામી સર્જાઇ રહી છે. સલામતીના કારણોથી અમે હવાઇ મુસાફરી બંધ કરી છે. એક પણ વિમાનને ઉડવાની કે ઉતરવાની પરમિશન અપાઇ નથી. આ ઘટના બાદ એન્જિનિયર્સ સતત ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમને શરૂ કરવા માટે કામ કરી રહ્યા છે. જેથી હાલ એરપોર્ટ પર સેંકડો લોગોની ભીડ જામી ગઇ છે.
હોટલ સહિતની સંલગ્ન તમામ વસ્તુઓના ભાવ આસમાને
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પણ છેલ્લા થોડા સમય પહેલા ટ્રાફિક સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી. સમગ્ર દેશના એરપોર્ટ ઠપ્પ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યુકેમાં પણ આ સ્થિતિ સર્જાતા એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો ફસાઇ ગયા છે. હોટલોની કિંમતમાં અચાનક ઉછાળો આવ્યો છે. ટેક્ષીની કિંમતોમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જેના કારણે સ્થિતિ અસામાન્ય બની ચુકી છે.
ADVERTISEMENT