Air Pollution News: રાજધાની દિલ્હીમાં ઝેરી હવાનો કહેર, લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી; જાણો આજે શું છે AQI

Air Pollution News Update: દેશની રાજધાની નવી દિલ્હીમાં હજુ પણ વાયુ પ્રદૂષણ યથાવત છે. લોકોને આંખો, છાતીમાં દુખાવો અને ગળામાં દુખાવાની સમસ્યા થઈ રહી છે.…

gujarattak
follow google news

Air Pollution News Update: દેશની રાજધાની નવી દિલ્હીમાં હજુ પણ વાયુ પ્રદૂષણ યથાવત છે. લોકોને આંખો, છાતીમાં દુખાવો અને ગળામાં દુખાવાની સમસ્યા થઈ રહી છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં છે. ગઈકાલે એટલે કે 07મી નવેમ્બરે રાત્રે 10 વાગ્યાની વાત કરીએ તો આનંદ વિહાર અને આસપાસના વિસ્તારોમાં AQI 999 નોંધવામાં આવ્યો હતો. જોકે, રાત્રે 11 વાગ્યા સુધીમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને આનંદ વિહારમાં AQI 599 નોંધાયો હતો.

આજે દિલ્હી-NCRમાં AQI શું છે?

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આજે એટલે કે 08 નવેમ્બરના રોજ સવારે 5 વાગ્યાની વાત કરીએ તો આનંદ વિહારમાં AQI 452 અને RK પુરમમાં AQI 433 નોંધવામાં આવ્યો હતો. પંજાબી બાગ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સવારે 5 વાગ્યે 460 નોંધાયો હતો, જ્યારે ITOમાં AQI 413 નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે શૂન્યથી 50ની વચ્ચે AQI સારો માનવામાં આવે છે, 51થી 100ની વચ્ચે AQI ‘સંતોષકારક’, 101થી 200ની વચ્ચે ‘મધ્યમ’, 201થી 300 વચ્ચે’ખરાબ’, 301થી 400ની વચ્ચે ‘ખૂબ ખરાબ’ અને 401થી 500ની વચ્ચે AQI ‘ગંભીર’ માનવામાં છે.

સવારે 7 વાગ્યે કેટલો નોંધાયો AQI?

નવી દિલ્હીમાં સવારે 7 વાગ્યે AQI 421 નોંધાયો હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના સવારા 7 વાગ્યાના આંકડા અનુસાર, લોધી રોડ, JLN સ્ટેડિયમ, સિરી ફોર્ટ, અરબિંદો માર્ગ અને દિલશાદ ગાર્ડન જેવા કેટલાક સ્ટેશનો સિવાય લગભગ તમામ સ્ટેશનો પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો છે.

બે દિવસ ગંભીર શ્રેણીમાં રહેશે પ્રદૂષણ

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, દિલ્હી-એનસીઆરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ આગામી 2 દિવસ સુધી ગંભીર શ્રેણીમાં રહેશે. જોકે, તે પછી ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા પવનોની ઝડપ વધશે જેનાથી હવાના પ્રદૂષણમાં થોડી રાહત મળવાની આશા છે.

    follow whatsapp