Air India New Logo Update: ટાટા ગ્રુપની એરલાઇન્સ બની ચુકેલી એર ઇન્ડિયાએ પોતાના નવા લોગોને લોન્ચ કરી દીધો છે. એર ઇન્ડિયા હવે નવા લોગો, બ્રાંડ અને ઓળખ સાથે જોવા મળશે. એર ઇન્ડિયાનો નવો લોગો અસીમિત સંભાવનાઓના પ્રતીકને દર્શાવે છે. એર ઇન્ડિયા છેલ્લા 15 મહિનાથી નવા લોગો પર કામ કરી રહ્યા હતા. કંપનીએ કહ્યું કે, એર ઇન્ડિયાનો નવો લોગો દિ વિસ્તા સોનાના બારીની ફ્રેમના શીખરથી પ્રેરિત છે, જે અસીમિત સંભાવનાઓ, પ્રગતિશીલ અને ભવિષ્યની એર લાઇન્સના સાહસીક આત્મવિશ્વાસપુર્ણ દ્રષ્ટીકોણને દર્શાવે છે.
ADVERTISEMENT
નવા લોગોના લોન્ચિંગ અંગે ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરે કહ્યું કે, એર ઇન્ડિયાને આજે અમે નવા વિઝન સાથે રજુ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, નવો લોગો અસીમિત પ્રભાવનાઓના પ્રતિકને દર્શાવે છે. તેમણે કહ્યું કે, ગત્ત 12 મહિનાથી એક મજબુત ટીમને તૈયાર કરી છે અને એરલાઇનના તમામ એમ્પલોઇઝને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. એન.ચંદ્રશેખરે કહ્યું કે, એર ઇન્ડિયા પોતાના વિમાનના ફ્લિટને સતત બેહતર બનાવવા અંગે કામ કરી રહી છે. તેને ગ્લોબલ સ્ટાન્ડર્ડના આધારે બનાવી શકાય.
નવો લોગો એર ઇન્ડિયા દ્વારા અપયોગ કરવામાં આવનારી ક્લાસિક અને પ્રતિષ્ઠિત ભારતીય ખેડકીના આકારથી પ્રેરિત છે. એરલાઇનનું માનવું છે કે, આ અનેક અવસરોને ખિડકીનું પ્રતિક છે. એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી કેંપબેલ વિલ્સને કહ્યું કે, નવી બ્રાંડ એર ઇન્ડિયાને સમગ્ર વિશ્વના મહેમાનોની સેવા કરનારી એક વર્લ્ડ ક્લાસ એરલાઇન બનાવવાની મહત્વકાંક્ષા દર્શાવે છે.
ફ્યુચર બ્રાંડ સાથે મળીને આ નવા લોગોને ડિઝાઇન કરવામાં આવી છે. એર ઇન્ડિયાના યાત્રીઓનો નવો લોગો ડિસેમ્બર 2023 થી વિમાનો પર નજર આવશે. જ્યારે એર ઇન્ડિયાની પહેલી એરબસ A 350 તેના ફ્લિટમાં નવા લોગો સાથે જોડાશે.
ADVERTISEMENT