Air India એક્સપ્રેસ પ્લેનમાં 179 મુસાફરોએ હવામાં જ કર્યાં 'મોતના દર્શન', એક સેકન્ડ મોડું થાત તો બળીને ભડથું થઈ જાત

Air India Express Flight Emergency Landing: બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્લાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેને બેંગલુરુ એરપોર્ટથી ઉડાન ભરી હતી, આ દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.

Air India Express Flight

માંડ-માંડ બચ્યા 179 મુસાફરોના જીવ

follow google news

Air India Express Flight Emergency Landing: બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્લાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેને બેંગલુરુ એરપોર્ટથી ઉડાન ભરી હતી, આ દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક ક્રુ મેમ્બરનો સંપર્ક કર્યો અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ થતાંની સાથે જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

179 મુસાફરો પ્લેનમાં હતા સવાર

આ વચ્ચે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને પ્લેનમાંથી ઉતારીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પ્લેનમાં 179 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર હતા, જેઓ સુરક્ષિત છે. ફ્લાઇટ IX 1132એ કોચી માટે ઉડાન ભરી હતી. આ દુર્ઘટના રાત્રે 11.15 વાગ્યાની આસપાસ સર્જાઈ હતી. બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ખતરાની કોઈ વાત નથી.

દુર્ઘટનાની તપાસનો આદેશ

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્લાઈટ ટેકઓફ થતાં જ પ્લેનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. જ્યારે જાણ થઈ ત્યારે પાઈલટ એક્શન મોડમાં આવ્યા. તેમણે તરત જ એરપોર્ટ ઓથોરિટીને જાણકારી આપી. તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને એરપોર્ટ સ્ટાફ લેન્ડિંગ પહેલા રનવે પર પહોંચી ગયો હતો. લેન્ડિંગ થતાંની સાથે જ ફાયર બ્રિગેડે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

મુસાફરોને બીજી ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા

આગ પ્લેનના એન્જિનની જમણી બાજુએ લાગી હતી. જોકે, એન્જિનમાં અચાનક આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ અકસ્માતની ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુસાફરોને બીજી ફ્લાઈટમાં કોચી મોકલવામાં આવ્યા છે.


 

    follow whatsapp