વાયુસેનાનું અનોખું કરતબ: આકાશમાંથી વિશાળ હોડી ફેંકી, ઓપરેશન જોઇ તમે પણ ધબકારો ચુકી જશો

નવી દિલ્હી : આકાશથી માંડીને સમુદ્ર અને ધરી સુધી પોતાની મારક ક્ષમતાઓ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેના, નેવી અને પાયદળ સમય-સમય સંયુક્ત અભ્યાસ કરતી રહે છે.…

Air india case

Air india case

follow google news

નવી દિલ્હી : આકાશથી માંડીને સમુદ્ર અને ધરી સુધી પોતાની મારક ક્ષમતાઓ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેના, નેવી અને પાયદળ સમય-સમય સંયુક્ત અભ્યાસ કરતી રહે છે. આ જ પ્રકારનો અભ્યાસનો એક વીડિયો વાયુસેનાએ શેર કર્યો છે. જેને જોઇને દુશ્મનો ધ્રુજી જશે. વાયુસેનાએ ભારે વહન ક્ષમતા ધરાવતા C-17 આકાશમાંથી નેવીની એક હોડીને સુરક્ષીત રીતે ઉંડા સમુદ્રમાં ઉતારી હતી.

https://x.com/IAF_MCC/status/1704134282548281495?s=20

ભારતીય વાયુસેનાએ પોતાના અધિકારીક X હેન્ડલથી વીડિયો શેર કરતા લખ્યું કે, એક સાથે કામ કરવામાં આવે તો અસીમિત સંભાવનાઓ છે. તેણે લખ્યું કે, એક સાથે કરાયેલા એક ઉલ્લેખનીય અભ્યાસમાં IAF C-17 ભારતીય નૌસેનાની એક કઠોર હોડી ઇન્ફલેટેબલ હોડીને ઉંડા સમુદ્રમાં ફેંકી હતી. એક સાથે અસીમિત સંભાવનાઓ.

વીડિયોમાં જોઇ શકાય છે કે, વાયુસેનાના C-17 વિમાનથી પેરાશુટ સાથેની હોડી ફેંકવામાં આવી હતી. વીડિયોની સાથે કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. તેમાં જોઇ શકાય છે કે, સમુદ્રમાં ઉતરેલી હોડી પર ભારતીય સેનાઓના જવાનો સવાર છે ત્યાં ઉપરથી વાયુસેનાનું C-17 વિમાન પસાર થઇ રહેલું જોઇ શકાય છે.

https://x.com/westerncomd_IA/status/1703366632125415633?s=20

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ભારતીય સેનાએ પણ એક ખુબ જ હૈરતઅંગેજ કરનારો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ભારતીય સેનાના જવાન વાયુસેનાના વિમાનમાં બેઠા હતા. ત્યાર બાદ તેઓ પોતાના એક એક કરીને દોરડાની મદદથી પોતાની સાથે ખુંખાર પ્રશિક્ષિત ડોગને લઇને નીચે ઉતરે છે. આ અભ્યાસ દિવસે અને રાત્રે બંન્નેમાં કરવામાં આવ્યા હતા. સેનાની પશ્ચિમી કમાને વીડિયો શેર કરતા લખ્યું કે, સ્પેશિયલ ફોર્સેને કોઇ પણ ધરતી આધારિત ખતરાને બેઅસર કરવા માટે ભારતીય વાયુસેનાની સાથે સંયુક્ત ટ્રેનિંગમાં ખાસ હેલિબોર્ન ઓપરેશનને અંજામ આપ્યો હતો.

    follow whatsapp