નવી દિલ્હી : અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક સ્થાનિક હોટલ પર સોમવારે હુમલાના સમાચાર છે. આ હુમલામાં ત્રણ લોકોનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે સાત ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હોટલને નિશાન બનાવીને હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પાકિસ્તાની તાલિબાનના હાફિજ ગુલ બહાદુર જુથના યુવકો ઘણીવાર આ હોટલમાં જતા હોય છે.
ADVERTISEMENT
ફાઇટર ગ્રુપના અનેક લડાકુઓનાં મોત નિપજ્યાં
શરૂઆતી રિપોર્ટ્સ અનુસાર ફાઇટર ગ્રુપના અનેક લડાકુઓના મોત નિપજ્યાં હોવાની વાત કહેવામાં આવી રહી છે. બંન્ને તરફથી અધિકારીઓએ તેની પૃષ્ટી કરી છે. બંન્ને તરફના અધિકારીઓ દ્વારા તેની પૃષ્ટી કરવામાં આવી છે. જો કે હજી સુધી હુમલાની જવાબદારી કોઇ પણ આતંકવાદી જુથે સ્વિકારી નથી.
બે દિવસ પહેલા જ તાલિબાનોએ સરકારમાં આવ્યાના 2 વર્ષની ઉજવણી કરી હતી
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલા જ અફઘાનિસ્તામાં તાલિબાને પોતાની વાપસીના બે વર્ષગાંઠની ઉજવણી કરી હતી. વર્ષ 2021 માં અફઘાનિસ્તાન પર તાલિબાન કબ્જા બાદ રાજધાની કાબુલમાં 1000 થી વધારે નાગરિકોએ બોમબવર્ષા અને અન્ય હિંસામાં મોત થઇ ગયા છે. તેમાંથી મોટા ભાગના લોકોનાં મોત મસ્જિદો અને બજારો પાસે આઇઇડી વિસ્ફોટ દ્વારા થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનને ખાસ રીતે આઇએસઆઇએસ સામે સુરક્ષા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT